ETV Bharat / state

Surat: માસૂમ બાળકીનો દેહ ચૂંથ્યાં બાદ નરાધમ 10 રૂપિયા આપતો, 1 મહિનામાં 10થી વધુ વખત માસૂમને હવસનો શિકાર બનાવી - સુરત ન્યૂઝ

સુરતમાં 12 વર્ષની બાળકી ઉપર પાડોશમાં રહેતા આધેડે એક મહિનાના સમયગાળા દરમિયાન 10 થી વધુ વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીએ આ અંગે પરિવારને જાણ કરતાં આધેડની પાપલીલાનો ભાંડો ફૂટ્યો હતો અને પરિવારની ફરિયાદના આધારે નરાધમ આધેડની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં 12 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર આરોપીની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2024, 7:00 AM IST

સુરત : 12 વર્ષની બાળકી ઉપર પાડોશમાં રહેતા આધેડે એક મહિનાના સમયગાળા દરમિયાન 10 થી વધુ વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આધેડ બાળકીને હવસનો શિકાર બનાવ્યા બાદ તેના હાથમાં દસ રૂપિયા આપતો હતો. એટલું જ નહીં તેને ધમકી પણ આપતો હતો કે આ અંગે કોઈને કરશે તો તેને જાનથી મારી નાખશે. આખરે બાળકીએ આ સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. ઉતરાણ પોલીસે ફરિયાદના આધારે આધેડની ધરપકડ કરી પૉક્સો એકટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરના ઉતરાણ વિસ્તારમાં બાર વર્ષની બાળકી ઉપર તેના પિતાથી પણ મોટી ઉંમરના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મહિનામાં દસ વખતથી પણ વધુ વખત આ આધેડે માસૂમને પોતાની હવસનો શિકાર બનાવી છે. પોતાના વિસ્તારમાં જ પાડોશમાં રહેતી એક પરિવારની બાળકી પર નરાધમ વૃદ્ધે નિયત બગાડી હતી અને તેને નિર્માણઘીન ઈમારતમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે આરોપી તેને પોતાના ઘરે લઈ જતો હતો અને બાળકીની એકલતાનો લાભ લેતો હતો. એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો ભયભીત બાળકી એ પહેલા આ અંગે કોઈને જાણ કરી નહોતી પરંતુ આખરે તેને આ સમગ્ર મામલે પરિવારને જાણ કરી.

કોણ છે નરાધમ: આ સમગ્ર મામલે ઉતરાણ પોલીસ મથકના ઇન્સપેક્ટર એ.ડી મહંતે જણાવ્યું હતું, બાળકી એ સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી, જેથી નેપાળનો કેલાલી જિલ્લાના રહેવાસી 46 વર્ષિય આરોપી બહાદુર રાવલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, એક મહિના દરમિયાન 10 થી વધુ વાર તેને બાળકી ઉપર દુષ્કર્મ આચાર્યું છે, એટલું જ નહીં દુષ્કર્મ આચાર્ય બાદ તે બાળકીને દસ રૂપિયા પણ આપતો હતો. જેથી તે આ અંગે કોઈને જાણ ન કરે. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Rajkot: ભૂવાએ સમાજિક તકલીફો દૂર કરવા માટે મહિલા પાસે શરીર સુખની માંગણી કરી
  2. Surat Crime : અંબિકા સ્ટોન ક્વોરી પર અસામાજિક તત્વોનો આતંક, ઓફિસમાં તોડફોડ કરી માલિકને માર માર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.