ETV Bharat / state

Banaskantha Accident: દાંતા પાલનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત - Banaskantha Accident

દાંતા પાલનપુર હાઇવે પર ગાડી ડિવાઇડર પર ચડી પલટી મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Banaskantha Accident:
Banaskantha Accident:
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 8:44 AM IST

બનાસકાંઠા: દાંતા તાલુકા વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. દાંતા તાલુકા વિસ્તારના મહત્તમ માર્ગો વળાંકો અને ઢાળવાળા હોય અવારનવાર અકસ્માતોની ઘટના પણ સામે આવતી હોય છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત દાંતા પાલનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

2 લોકોના મોત: દાંતા પાલનપુર હાઇવે પર શ્રમિકોને લઈ જલોત્રા જઈ રહેલ ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ગાડી ડિવાઇડર પર ચડી પલટી મારી હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અક્સ્માતમાં ઇજા પામેલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે પાલનપુર હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં હતા.

ગાડીનું ટાયર ફાટતાં અકસ્માત: લોકોને લઈ પાલનપુર તરફ જઈ રહેલ આ ગાડીનું એકાએક ટાયર ફાટ્યું હોવાની વિગતો સામે આવી છે. ટાયર ફાટતાં ગાડી ડિવાઇડર પર ચડી પલટી મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરુણ મોત ઘટના સ્થળે નીપજ્યા હતા. બે લોકોના મોતથી સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે જીપ ચાલકો જીપની અંદર અને જીપની ઉપર મોટી સંખ્યામાં લોકોને બેસાડી રહ્યા છે. જેને પગલે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.

  1. Ambaji Accident: અંબાજી આબુરોડ માર્ગ ઉપર રાજસ્થાન રોડવેઝની બસ નદીમાં પલટી
  2. Alpesh Thakor: 'દબાણ વાળી જગ્યા ખાલી કરો, આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ નહીં સાંભળે': અલ્પેશ ઠાકોર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.