ETV Bharat / state

કરજણમાં નાયબ મામલતદાર સહિત અન્ય અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા - ACB Trapped Mamlatdar

વડોદરાના કરજણમાં શબ્બીર મહમ્મદ રમજુશ દિવાન નાયબ મામલતદાર (ઇલેક્શન) અને ઇન્ચાર્જ સર્કલ ઓફીસર (મહેસુલ વિભાગ) એમ 2 જણ 10000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી બંનેની ધરપકડ કરી છે. ACB Trapped Mamlatdar and in charge Circle Officer for demanding 10000 bribe

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 5:07 PM IST

વડોદરાઃ આજે બપોરે 12 કલાકની આસપાસ કરજણ સેવા સદન નાયબ મામલતદાર(વહીવટ)ની કચેરીમાં આરોપીઓને ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. શબ્બીર મહમ્મદ રમજુશ દિવાન નાયબ મામલતદાર (ઇલેક્શન) અને ઇન્ચાર્જ સર્કલ ઓફીસર (મહેસુલ વિભાગ) એમ 2 જણ 10000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી બંનેની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ વડોદરાના કરજણમાં ફરિયાદની જમીનમાં તેઓની હયાતીમાં તેમના પત્નિ તેમજ પુત્રોના નામ દાખલ કરવા તથા ખાતેદારની જમીનની વારસાઇ કરવા તથા હયાતીમાં નામ દાખલ કરવા અરજી આપેલી. જે અરજી આધારે રેવન્યુ સર્વેમાં હયાતીમાં હક દાખલ કરવાની કાચી નોંધ થયેલ તેની પ્રમાણીત નોંધ કરજણ સેવા સદનના ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાન ( નાયબ મામલતદાર) નાઓએ કરેલી. તેમજ માલીકીની જમીનના વરસદારનું અવસાન થતા વારસાઇ કરવા સારૂ અરજી કરેલી કાચી નોંધ થયેલી જે નોંધ પ્રમાણીત કરવા સારૂ આ કામના ફરીયાદી કરજણ સેવા સદન મામલતદાર કચેરીમાં ગયેલા. ઈન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાને ઉપરોક્ત નોંધ પ્રમાણીત કરવા ફરીયાદી પાસે 10000 રુપિયાની માંગણી કરી હતી.

એસીબીએ ગોઠવી ટ્રેપઃ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી એસીબીને જાણ કરી હતી. તેથી એસીબીએ લાંચના છટકાનું આયોજન કરજણ સેવા સદન ખાતે કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપી ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાન પાસે આક્ષેપિતે પોતાની બાજુમાં આવેલ ટેબલના ડ્રોવરમાં 10000 મુકાવ્યા હતા.

હોદ્દાનો દુરઉપયોગઃ એસીબી વડોદરા ફીલ્ડના ટ્રેપ કરનાર અધિકારી એ.એન.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર અને મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાએ આરોપીઓ દ્વારા પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  1. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 8 ગુનાનો આરોપી ચોર સહિત બેને ઝડપી લીધાં, ઘણાં ચોરીના ગુનાઓ ઉકેલાશે
  2. Junagadh Crime: લગ્નના પાંચ દિવસ બાદ નિવૃતશિક્ષકને ખંખેરી લૂંટેરી દુલ્હન ફરાર, 3 સાગરીતો ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.