ETV Bharat / state

ચૈતર વસાવાનો CM-રાજ્યપાલને પત્ર, ભાજપના નેતાઓ અને કલેક્ટરો સામે કર્યા ગંભીર આક્ષેપો - AAP MLA Chaitar Vasava - AAP MLA CHAITAR VASAVA

આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડી છે, તે મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે, ચૈતર વસાવાએ વધુમાં શું લખ્યું છે આ પત્રમાં જાણો વિસ્તારથી...

આપના ધારાસભ્ય ચૈતર વસાવા
આપના ધારાસભ્ય ચૈતર વસાવા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 9:31 AM IST

આપ નેતા ચૈતર વસાવાની પ્રેસ કોન્ફરન્સ (Etv Bharat Gujarat)

નર્મદા: ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની વાત જણાવી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શિડયુલ પાંચમાં સમાવેશ કરવામાં આવેલ છે.

73AAના મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1879થી લઈને 73AA-1981ની જોગવાઈ મુજબ શિડયુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે. આમ છતાં શિડયુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને PESAએક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેકટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર, NA અને ભાડા પેટે કરીને અભણ ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે.

ભાજપના નેતાઓના ઈશારે આદિવાસીઓની જમીન બિનઆદીવાસીઓને અપાઈ
ભાજપના નેતાઓના ઈશારે આદિવાસીઓની જમીન બિનઆદીવાસીઓને અપાઈ (Etv Bharat Gujarat)

આ બાબતે તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા આ વિસ્તારોના કલેકટરોના પણ જમીન કૌભાંડનો બહાર આવી શકે છે. હાલ દાહોદ જિલ્લામાં 73AA જમીન ટ્રાન્સફર કરવાના કૌભાંડ બહાર આવેલ છે. તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડિયા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ, ડુવાડા, વલસાડ જિલ્લાના ટૂંકવાડા, પારડી જેવા તાલુકાઓની 73AAની જમીનો બિન આદિવાસીઓએ પચાવી પાડી અને આ જમીનો પર સ્ટોન ક્વોરી અને ક્રસર ચલાવી રહ્યા છે.

વસાવાએ આદિવાસીઓની જમીનને લઈને ગંભીર આરોપ લગાવ્યા
વસાવાએ આદિવાસીઓની જમીનને લઈને ગંભીર આરોપ લગાવ્યા (Etv Bharat Gujarat)

શહેરી વિસ્તારોમાં પણ 73AA ની જમીનો ટ્રાન્સફર, NA કે ભાડા પેટે પચાવી પાડીને ગેરકાયદેસર દસ્તાવેજ કરીને કોમર્શિયલ બિલ્ડીંગો બનાવવામાં આવી છે. આમ શિડયુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AAની જમીનોમાં કરેલા ટ્રાન્સફર, NA અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી ધારાસભ્ય વસાવાએ સરકાર સામે માંગ કરી છે.

  1. Chaitar Vasava: 48 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા મુક્ત થયા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા
  2. MLA Chaitar Vasava: 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી આવ્યા બહાર, ભવ્ય સ્વાગત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.