બનાસકાંઠા: આજરોજ ભારત - પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટના ઝીરો પોઈન્ટ ખાતે આવેલા પરિસરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા બી.એસ.એફ.ના જવાનો સાથે મળીને સુંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આપણા બનાસકાંઠા જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદારીપૂર્વક વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ.
જવાનોનું મોં મીઠું કરાવ્યું: આપણા દેશના જવાનો જેવી રીતે દુશ્મનોથી દેશની રક્ષા કરે છે તેમ આપણે પણ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે અધ્યક્ષએ બી.એસ.એફ.ના જવાનોને મીઠાઈઓ વહેંચીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં બી.એસ.એફ.ના અધિકારીઓ, જવાનો, સ્થાનિક આગેવાનોએ વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ પણ વાંચો: