ETV Bharat / state

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં જ સ્કૂલ બસનું ટાયર ભુવામાં બેસી ગયુંઃ શિક્ષક દિવસે વિકાસની પરીક્ષા - Road in Gujarat - ROAD IN GUJARAT

ગુજરાતમાં વિકાસના દાવા કરતી સરકારની પરીક્ષા કરવામાં આવે તો કેટલા માર્કસ મળે? શિક્ષક દિવસે સમાર્ટ સિટી ગાંધીનગરમાં જ આ અંગે પરીક્ષા લેવાઈ ગઈ હતી. જ્યાં એક સ્કૂલ બસનું ટાયર રોડના ભુવામાં ફસાઈ ગયું હતું. - Road in Gujarat after rain

સ્કૂલ બસનું ટાયર ભુવામાં બેસી ગયું
સ્કૂલ બસનું ટાયર ભુવામાં બેસી ગયું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 5:58 PM IST

સ્કૂલ બસનું ટાયર ભુવામાં બેસી ગયું (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ સ્માર્ટ સિટી ગાંધીનગરમાં સરકારના વિકાસના વાયદાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે વરસાદને કારણે ગાંધીનગરના તમામ વિસ્તારોમાં કમર તોડ ખાડા પડ્યા છે ગાંધીનગરમાં એક બાજુ મેટ્રો ટ્રેન, ડ્રેનેજ અને પાણીની લાઈનોનું કામ શરૂ છે. તેથી રસ્તા ઉપર અનેક જગ્યાએ ખાડા અને ભુવાઓ પડી ગયા છે. વરસાદનું જોર ઓછો થઈ ગયું હોવા છતાં ખાડા ક્યારે પૂરા છે તે મોટો પ્રશ્ન છે. ગાંધીનગર સેકટર 29 માં સ્કૂલ બસ ખાડામાં ખાબકી છે. રોડ ઉપર અચાનક ભુવો પડતા આગળનું ટાયર ફાસયું છે. સદનસીબે જાન હાનિ ટળી છે. બસનું ટાયર ફસાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. બસનું ટાયર ફસાઈ જતા વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા.

વાહનો ફસાવાની ઘટના રોજીંદીઃ બસ ડ્રાઈવરે જણાવ્યું કે, સેક્ટર 30 માં આવેલી કેન્દ્રીય વિદ્યાલયથી વિદ્યાર્થીઓને લઈને બસ વાવોલ તરફ જઈ રહી હતી. બસમાંથી સ્ટુડન્ટને નીચે ઉતાર્યા હતા. અચાનક ગાડીનું ટાયર દબાઈ ગયું હતું. જ્યારથી ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારથી દરરોજ વાહનો ખાડામાં ફસાઈ જતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. આ પહેલા ગત અઠવાડિયામાં એક કાર રસ્તામાં ફસાઈ ગઈ હતી. પાણીની લાઈન નાખ્યા બાદ યોગ્ય પુરાણની કામગીરી ન થતી હોવાથી જ્યાં ત્યાં માટી બેસી જાય છે, તેથી ભુવો પડે છે.

પ્રિ મોન્સુન પ્લાનિંગ ધોવાયુંઃ ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસમાં પડેલા વરસાદના કારણે પ્રિ મોનસુન એક્શન પ્લાન વરસાદમાં વહી ગયો છે. તો બીજી તરફ અત્યારે હાલ ગાંધીનગરમાં મહત્વના માર્ગો એક સાઇડ ઉપરથી વાહન વ્યવહાર માટે ચાલુ રાખવાની ફરજ પડી છે. જેના કારણે ગાંધીનગર હવે ભુવા નગર તરીકે નવી ઓળખ બનાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકા અને જવાબદાર તંત્રએ પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવી દીધો હતો. પરંતુ આ ધોધમાર વરસાદના સાથે જ આ આખોય એક્શન પ્લાન પાણીની જેમ ધોવાઈ ગયો છે. ગાંધીનગર વાસીઓ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના સેકટરોને જોડતા મુખ્ય રોડ ધોવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલીક જગ્યાએ હવે JCB કામે લગાડી તંત્ર પોલ છુપાવવાનો પ્રયાસ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

  1. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની રાજનીતિમાં એન્ટ્રી, આ પાર્ટીના બન્યા સદસ્ય… - Ravindra Jadeja Joins BJP
  2. ગણેશોત્સવ 2024: "હોમ સેટઅપ"નો નવો ટ્રેન્ડ, હવે આકર્ષક ગણેશ મંડપ સેટઅપની માંગ વધી - Ganesh Chaturthi 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.