વડોદરા: તાજેતરમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટ્રેન મહિલા તબીબ ઉપર દુષ્કર્મ-હત્યાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં તબીબો હડતાલ ઉપર ઉતરી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને સમર્થન આપવા માટે વડોદરાનાં મહારાણી રાધિકારાજ ગાયકવાડની અધ્યક્ષતમાં એક મૌન રેલી યોજાઈ હતી, જેમાં વિવિધ એનજીઓના કાર્યકર્તા અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ રેલીમાં કાળા કપડાં પહેરી હાથમાં મીણબત્તી પ્રગટાવી પ્લે કાર્ડ સાથે મૌન રેલી યોજી યોગ્ય ન્યાય માટે અપીલ કરી હતી.
મોટી સંખ્યામાં મૌન રેલી યોજાઇ: વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસથી SSG સુધી મૌન રેલી યોજવાનું આહવાન કર્યું હતું. ન્યાયની માંગ કરવા અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે એક મૌન રેલી યોજી હતી. મોટી સંખ્યામાં શહેરીજનો કાળા કપડાં પહેરી જોડાયા હતાં અને ન્યાય મળે તેવા પ્લે કાર્ડ હાથમાં લઈ આ મૌન રેલી યોજી હતી.
એનજીઓના કાર્યકર્તાઓ જોડાયા: આ મૌન રેલી લક્ષ્મી વિલાસ પેલેસથી શરૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને એનજીઓના કાર્યકર્તા જોડાયા હતા. જેમાં કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે હવે 'બેટી બચાવો બેટી પઢાવો'ના માત્ર બેનર લગાવવાની જરૂર નથી. પરંતુ તેનું અમલીકરણ પણ કરવાની જરૂર છે. માટે સરકાર તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલા ભરે તેવી માxગ ઉઠવા પામી હતી.
મહારાણીએ ઘટનાને વખોડી ન્યાય માટે કરી માંગ: લક્ષ્મી વિલાસ પેલેસથી રેલી પૂર્વે મહારાણી શુભાંગીરાજે ગાયકવાડ પણ ઊપસ્થિત રહ્યાં હતાં અને આ ઘટનાને વખોડી ન્યાય માટે માંગ કરી હતી. રેલી નિર્ધારિત સમય અનુસાર પેલેસના ગેટ આગળથી શરૂ કરી સયાજી હોસ્પીટલ પરિસરમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડની આગેવાનીમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલી સયાજી હોસ્પીટલમાં કેન્ડલ સળગાવી બેનર સામે ન્યાય મૌન રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.