ETV Bharat / state

રાજ્યમાં ટૂંક સમયમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે - ભુપેન્દ્ર પટેલ - Semiconnect Conference - SEMICONNECT CONFERENCE

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેમિ કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સ્થાનિક કેમિકલ અને ગેસ ઉદ્યોગનું સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ સાથે સમન્વય કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. Semiconnect Conference

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેમિ કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેમિ કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 6:31 PM IST

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેમિ કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું (Etv Bharat gujarat)

ગાંધીનગર: ટૂંક સમયમાં ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે. તેઓ આશાવાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલી સેમિકનેક્ટ કોન્ફરન્સમાં તેમને આ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના સ્થાનિક કેમિકલ અને ગેસ ઉદ્યોગનું સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ સાથે સમન્વય કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.

કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર સેશન યોજાયા: કોન્ફરન્સમાં ફેબ કન્ટ્રક્શન એન્ડ ક્લીન રૂમ્સ સેમિકન્ડક્ટર ઇક્યુપમેન્ટ લોકાલીસ્ટેશન, કેમિકલ એન્ડ ગેસીસ ઇન ધ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, ડાઉન સ્ટ્રીમ માર્કેટ ડેવલપમેન્ટ, એફિશિયન્ટ લોજિસ્ટિક ફોર સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ, ડિઝાઇન ટ્રાન્સફોર્મિંગ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ હબ, એન્વાયરમેન્ટ ઓફ ધ સેમિકન્ડક્ટર કેમિકલ એન્ડ ગેસીસ, કેપેસિટી બિલ્ડીંગ એન્ડ હ્યુમન રિસોર્ટ મેનેજમેન્ટ વિષય પર વિવિધ સેશન યોજાયા હતા.

ગાંંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ યોજાઇ: ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં સ્થાનિક ઉદ્યોગોનું સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ સાથે સમન્વય કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની અગ્રણી કંપનીઓના માંધાતા ભાગ લેશે. TEPL ના સીઈઓ અને MD ડોક્ટર રણધીર ઠાકુર, PIIના કાર્યકારી અધ્યક્ષ અરુણ મુરુગપ્પન, માઇક્રોના એસવીપી ગુરુચરણ સિંઘ અને ડિરેક્ટર જનરલ હોમર ચેંગ હાજર રહ્યા હતા. તેમણે આગામી ભવિષ્યમાં ભારતમાં સેમિકન્ડકટરના ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ અંગે સંબોધન કર્યું હતું.

આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મોટું રોકાણ: ભવિષ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગનું મહત્વ સમજાવ્યું હતું. ઓટોમોબાઇલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, કોમ્પ્યુટર, સોફ્ટવેર, મોબાઇલ, સ્પેસ એવીએશન, મેડિકલ, એગ્રીકલ્ચર, એનર્જી સહિતના ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટર મહત્વનો ભાગ ભજવશે. કોરોનામાં સેમિકન્ડક્ટરને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોવાઈ જતા અનેક ઉદ્યોગો ઠપ્પ થયા હતા. બાદમાં ભારત, અમેરિકા અને યુરોપિય દેશોએ ઘર આંગણે સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપિત કરવા માટે પોલીસી જાહેર કરી છે. આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મોટું મૂડી રોકાણ થશે.

ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ દેશના વિકાસમાં સાચું પગલું: ભારતના 3 ટ્રીલિયન ઇકોનોમી બનવામાં મહત્વનું યોગદાન આપશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને ભારત દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે. સેમિકન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, મશીન લર્નિંગ અને ડ્રોન ટેકનોલોજી .એ મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ દેશના વિકાસની દિશામાં સાચુ પગલું છે. પ્રધાનમંત્રીના ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવા આ કોન્ફરન્સ મહત્વનો ભાગ ભજવશે.

33 કરોડ મોબાઇલનું પ્રોડક્શન ભારતમાં થાય છે: છેલ્લા કેટલાક વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં પોતાની ક્ષમતાને ભારતે સાબિત કરી છે. 33 કરોડથી વધુ મોબાઈલનું પ્રોડક્શન ભારતમાં થાય છે. દુનિયાને સસ્તી અને ટકાઉ ચીપ સપ્લાય ચેનની પણ જરૂર છે. સરકારે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ ચેપ્ટરમાં હાઈ સ્પીડ ગ્રોથ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારે ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન શરૂ કર્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનું મહત્વનું યોગદાન છે. ગુજરાત દેશનો પહેલો રાજ્ય છે જેમણે 2022માં સેમિકન્ડક્ટર પોલિસી બનાવી હતી.

ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરામાં સ્થપાશે: આ નીતિના અમલ બાદ થોડા મહિનામાં માઇક્રોન કંપનીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે એક અઠવાડિયાની અંદર માઇક્રોન કંપનીને સાણંદમાં જમીન સંપાદન કરી આપી હતી. ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે પ્લગ એન્ડ પ્લેની સુવિધા આપી હતી.આ સુવિધાનો લાભ લઈને ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની અગ્રણી કંપની TECC સંયુક્ત રૂપે ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરામાં સ્થાપિત કરી રહી છે.

80 % રોકાણકારોની ગુજરાત પસંદ: સાણંદમાં પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે. આગામી કેટલાક મહિનાઓમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના પ્રતિક સમાન દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપ્સનું પ્રોડક્શન ગુજરાતમાં શરૂ થશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ કરનારાઓ 80% થી વધુ રોકાણકારોએ ગુજરાતને પસંદ કર્યું છે. ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા બધા રોકાણકારોનું સરકાર સ્વાગત કરે છે.

ગુજરાતનું ધોલેરા અને સાણંદ સેમિકન્ડક્ટર હબ બનશે: ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ત્રણ પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યાં છે. તાતા જૂથની તાતા ઇલેક્ટ્રોનિક્સ કંપની ધોલેરામાં સેમિ કન્ડક્ટર-ચિપના ઉત્પાદન માટે રૂ.91 હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ સ્થાપી રહી છે. યુએસ સ્થિત માઇક્રોન ટેક્નોલોજિસ સાણંદ GIDC ખાતે રૂ. 22,516 કરોડના ખર્ચે સેમિ કન્ડક્ટર એસેમ્બલી યુનિટ સ્થાપી રહી છે. જ્યારે મુરૂગપ્પા જૂથની સી.જી.પાવર કંપની પણ સાણંદમાં રૂ.7,600 કરોડના ખર્ચે એસેમ્બલી ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ યુનિટ ઊભું કરી રહી છે.

કેન્દ્ર સરકાર 50 ટકા સબસિડી આપશે: ગુજરાત સરકારે તાતા ઇલેક્ટ્રોનિક્સને ધોલેરામાં પ્રથમ તબક્કે 160 એકર, સી.જી.પાવરને સાણંદમાં 28 એકર તથા માઇક્રોનને 93 એકર જમીન એલોટ કરેલી છે. કેન્દ્ર સરકારે તેની સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આ ત્રણે પ્રોજેક્ટને કુલ રોકાણના 50 ટકા સબસિડી આપવાનું જાહેર કરેલું છે. જ્યારે ગુજરાત સરકારે તેની આ ક્ષેત્રની નીતિ અન્વયે પ્રોજેક્ટના કુલ રોકાણના 20 ટકા સબસિડી આપવાનું કમિટમેન્ટ આપેલું છે. મતલબ કે, ઉક્ત ત્રણે પ્રોજેક્ટમાં પ્રમોટર્સ દ્વારા 30 ટકા રોકાણ થશે. રાજ્યના ત્રણે પ્રોજેક્ટ પૈકી સૌથી મોટો તાતાનો પ્રોજેક્ટ 2026માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરનારો છે.

ભારત સરકારે સેમિકોન ઇન્ડિયા પ્રોજેક્ટની જાહેરાત કરી: ભારત સરકારે વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેનને પરિપૂર્ણ કરવા માટે 76,000 કરોડના સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામની જાહેરાત કરી છે. 29 ફેબ્રુઆરી 2024ના રોજ કેન્દ્રીય કેબિનેટે સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ત્રણ નવા સેમિકન્ડક્ટર એકમોની સ્થાપનાને પણ મંજૂરી આપી છે. આ નવા પ્રોજેક્ટમાં ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરામાં બની રહ્યો છે. જે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રેઝન ખાતે TATA ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.

ધોલેરામાં મેગા સેમિકન્ડક્ટર ફેબિલિટી બનાવાશે: ગુજરાતના સાણંદ ખાતે CG પાવર ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ દ્વારા આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) યુનિટ બનાવવામાં આવી રહ્યું છે અને OSAT યુનિટ છે. પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) સાથે ટેકનિકલ ભાગીદારીમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ, પાવર મેનેજમેન્ટ ઈન્ટિગ્રેટેડ સર્કિટ (PMIC), ડિસ્પ્લે ડ્રાઈવર્સ, માઈક્રોકન્ટ્રોલર્સ (MCU) અને હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) જેવી એપ્લિકેશનો માટે 28NMની વિવિધ પ્રોસેસ ચિપ્સનું ઉત્પાદન કરશે. રૂ 91 હજાર કરોડના રોકાણ સાથે ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં મેગા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેબિલિટી (ફેબ) બનાવશે.

ગુજરાતમાં હાઈ સ્કિલ રોજગારીને પ્રોત્સાહન મળશે: સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વિકાસથી ગુજરાતમાં હાઈ સ્કિલ રોજગારીને પ્રોત્સાહન મળશે. પ્રદેશમાં 20,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. હાલમાં યુવાનોએ સોફ્ટવેર કંપનીઓમાં કામ કરવા માટે દક્ષિણ ભારતના શહેરોમાં જવું પડે છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન તાઇવાનની PSMC સાથે ભાગીદારીમાં ભારતનું પ્રથમ AI-સક્ષમ અત્યાધુનિક સેમિકન્ડક્ટર ચિપ્સ પ્લાન બનાવી રહી છે. આ પ્લાન્ટમાં દર મહિને 50,000 ટીપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સંચાલિત ફેક્ટરી બનશે: સેમિકન્ડક્ટર ઉદ્યોગની શ્રેષ્ઠ ફેક્ટરી કાર્યક્ષમતા હાંસલ કરવા માટે ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગની નેક્સ્ટ જનરેશન ફેક્ટરી ઓટોમેશન ક્ષમતાઓનો સમાવેશ થશે. નવી સેમિકન્ડક્ટર ફેબ પાવર મેનેજમેન્ટ ICs, ડિસ્પ્લે ડ્રાઇવર્સ, માઇક્રોકન્ટ્રોલર્સ (MCUs) અને ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ લોજિક, ઓટોમોટિવ, કોમ્પ્યુટિંગ અને ડેટા સ્ટોરેજ, વાયરલેસ કોમ્યુનિકેશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા બજારોમાં વધતી જતી માંગને સંબોધવા જેવી એપ્લિકેશનો માટે ચિપ્સનું ઉત્પાદન કરશે.

સેમિકન્ડક્ટરની માંગ $ 110 બિલિયન વટવાની ધારણા: AI-આગેવાની ડીજીટલાઇઝેશન સાથે, સેમિકન્ડક્ટર સૌથી મહત્વપૂર્ણ બિલ્ડીંગ બ્લોક હશે. 2030 સુધીમાં, વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ US$ 1 ટ્રિલિયન થવાની ધારણા છે અને ભારતીય સેમિકન્ડક્ટરની માંગ US$110 બિલિયનને વટાવી જવાની ધારણા છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ભારતનો પ્રવેશ નોંધપાત્ર રીતે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓનું જોખમ ઓછું કરશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતને ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી બનાવશે. આનાથી ગુજરાતના યુવાનોને ઉચ્ચ-તકનીકી રોજગારીની તકો પૂરી પાડવાની દિશામાં અમારી પ્રગતિને પણ વેગ મળશે. રાજ્યની સેમિકન્ડક્ટર નીતિઓ, તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY), ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) અને ગુજરાત સરકાર તરફથી સતત હિમાયત અને સમર્થન મળી રહ્યું છે.

ધોલેરા ટાટા પ્લાન્ટ કુશળ નોકરીઓનું સર્જન કરશે: ટાટા ઈલેક્ટ્રોનિક્સના અત્યાધુનિક સેમિકન્ડક્ટર ટેક્નોલોજી, અદ્યતન કૌશલ્ય, પ્રતિભા અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાયર્સ અને ઈકોસિસ્ટમ પાર્ટનર્સનું નેટવર્ક લાવશે. જેના પરિણામે ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમનો મૂળભૂત વિકાસ થશે. ભારત પ્રથમ વખત ઓટોમોટિવ, કોમ્પ્યુટીંગ, કોમ્યુનિકેશન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માર્કેટમાં સ્થાનિક અને વૈશ્વિક ગ્રાહકોની વધતી જતી ચિપ માંગને પહોંચી વળવા સક્ષમ બનશે. ધોલેરા ટાટા પ્લાન્ટ 1,00,000 થી વધુ કુશળ નોકરીઓનું સર્જન કરશે અને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મુખ્ય સપ્લાય ચેઇન ભાગીદારોમાંના એક તરીકે સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે.

  1. બિલકીસ બાનો કેસ: 8 જાન્યુઆરીના ચૂકાદાને રદ કરવાની માફી સામે, દોષિતોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી - bilkis bano case
  2. જૂનાગઢમાં અતિભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તારના મકાનમાં વરસાદી પાણી ભરાયા - Rain water in houses in Junagadh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.