ETV Bharat / state

Shukriya Modi Ji: અમદાવાદમાં "શુક્રિયા મોદી જી" ના બેનર હેઠળ યોજાઈ જાહેર સભા, મુસ્લિમ બિરાદરોએ જાણો પીએમ મોદી વિશે શું કહ્યું....

અમદાવાદના જમાલપુર દરવાજા પાસે "શુક્રિયા મોદી જી" ના બેનર હેઠળ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના વિદ્વાનો, સૂફી સંતો અને મહિલાઓ જોડાયા હતા અને પ્રધાનમંત્રી મોદી પ્રત્યેના તેમના વિચારો રજૂ કર્યા હતાં.

અમદાવાદમાં "શુક્રિયા મોદી જી" ના બેનર હેઠળ યોજાઈ જાહેર સભા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 10:46 PM IST

Updated : Mar 10, 2024, 6:47 AM IST

Shukriya Modi Ji

અમદાવાદ: શહેરના જમાલપુર દરવાજાપાસે "શુક્રિયા મોદી જી" ના બેનર હેઠળ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના વિદ્વાનો, સૂફી સંતો અને મહિલાઓ મોદીનો આભાર માનવા માટે આવી છે. અને ભારતીય જનતા પાર્ટી જોડાઈ. આ દરમિયાન ઈટીવી ભારતના સંવાદદાતા રોશન આરાએ મોદીના 10 વર્ષના કાર્યો અને ભાજપમાં જોડાનાર મુસ્લિમ મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

"શુક્રિયા મોદી જી" ના બેનર હેઠળ યોજાયેલ જાહેર સભામાં ભાજપના સભ્ય મહંમદ અરસલાન શેખે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં સમગ્ર દેશ અને મુસ્લિમો માટે કરેલા વિકાસના કામોથી પ્રેરાઈને મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભજપમાં શામેલ થઇ રહ્યા છે. એક રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે પાર્ટીમાં જોડાવાથી મોદી સાહેબને દેશના વિકાસમાં મદદ મળશે અને સૂફી લોકો પણ સૂફી સંવાદ કરીને લોકોને ભાજપમાં જોડશે. ગુજરાતમાં પરિવર્તન આવ્યું છે, મુસ્લિમ લોકો સક્રિયપણે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

આ તકે ભાજપ લઘુમતી મોરચા ગુજરાતના મહાસચિવ જૈનુલ અબ્દીન અન્સારીએ કહ્યું કે, લોકોએ મોદીનું કામ જોયું છે, અને તેમના કામનો લાભ લીધો છે, તેથી જ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. દિલ્હીમાં નમાઝીઓને લાત મારવાના મુદ્દે તેમણે કહ્યું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર છે એટલે નફરતની રાજનીતિ ચાલે છે, પરંતુ ભાજપ નફરતની રાજનીતિ નથી કરતી.

આ તકે જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે, ફરી એકવાર ભાજપ સત્તામાં આવશે અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરીથી બહુમતી સાથે જીતશે. મોદીજીએ કરેલા કામ માટે લોકો તેમનો આભાર માની રહ્યા છે.

  1. Gujarat Government: ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ: CM ભુપેન્દ્ર પટેલ
  2. PM Modi in Arunachal Pradesh: 'અમે પાંચ વર્ષમાં પૂર્વોતરમાં જે કામ કર્યું એ કરવામાં કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત' - PM

Last Updated : Mar 10, 2024, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.