ETV Bharat / state

"મારૂં કચ્છ" વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ, કચ્છ સંગ્રહાલય દ્વારા શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન - photography competition in kutch - PHOTOGRAPHY COMPETITION IN KUTCH

કચ્છ સંગ્રહાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, સ્વતંત્રતા દિવસ તથા વિશ્વ ફોટોગ્રાફી દિવસને સાંકળીને "મારૂ કચ્છ: કલા, કલાકાર" વિષય પર ફોટોગ્રાફી હરીફાઈ, ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ યોજવામાં આવી હતી., જાણો...,A photography competition organized by the Kutch Museum

કચ્છમાં ફોટોગ્રાફી હરીફાઈનું આયોજન
કચ્છમાં ફોટોગ્રાફી હરીફાઈનું આયોજન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 2:10 PM IST

કચ્છમાં ફોટોગ્રાફી હરીફાઈનું આયોજન (Etv Bharat Gujarat)

કચ્છ: કચ્છ સંગ્રહાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, સ્વતંત્રતા દિવસ તથા વિશ્વ ફોટોગ્રાફી દિવસને સાંકળીને "મારૂ કચ્છ: કલા, કલાકાર અથવા કારીગર"( An Entire Day With Art, Artist or Artisian) વિષય પર ફોટોગ્રાફી હરીફાઈ, ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ યોજવમાં આવી હતી. જેના વિજેતાઓનું સન્માન તેમજ શ્રેષ્ઠ કૃતિઓનું એક્ઝિબિશન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

ફોટોગ્રાફ્સ
ફોટોગ્રાફ્સ (ETV Bharat Gujarat)

દિવસ દરમિયાનની અહમ ભુમિકા દર્શાવતી તસવીરો: 6 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન કચ્છના વિવિધ સ્પર્ધકોએ પોતાની પસંદગીના કલા, કલાકાર કે કારીગર સાથે આખા દિવસ દરમિયાનની અહમ ભુમિકા દર્શાવતી ઓછામાં ઓછી 2 થી 5 ફોટોગ્રાફ સાથે પોતાની અનુભૂતિ શબ્દોમાં પરોવી એટલે કે સ્ટોરી લાઈન લખીને ફોટોગ્રાફીના માધ્યમથી રજુઆત કરવાની હતી. દરેક સ્પર્ધકે ગુગલ ફોર્મ ભરી પોતાનો ફોટોગ્રાફ જોડી હરીફાઈમાં ભાગ લેવાનો હતો.

ફોટોગ્રાફ્સ
ફોટોગ્રાફ્સ (ETV Bharat Gujarat)

શ્રેષ્ઠ 6 ફોટોગ્રાફરની તસ્વીર પસંદ કરાઈ: આ ઉપરાંત દરેક સ્પર્ધકે પાડેલ ફોટો પોતાના સોશિયલ મીડિયા પેજ જેવાં કે Instagram, Facebook, Twitter પર અપલોડ કરી Kachchhmuseumin ને ટેગ #kachchhmuseumin, #captivatinykachchh, #asanjoKachchhado ઉપયોગ કરીને પોસ્ટ કરવાનું હતું. આ સ્પર્ધામાં ફોટોગ્રાફી અને કચ્છના કલા વારસા ક્ષેત્રના નિષ્ણાંતો એવાં પ્રોફેશનલ ફોટોગ્રાફર સમીરભાઈ ભટ્ટ, ફોટોગ્રાફર પ્રકાશભાઈ ભટ્ટ, આર્કિટેકચર શ્રીરાજસિંહ ગોહિલ પ્રસિદ્ધ લેખક અને શિક્ષણવિદ્ સંજયભાઈ ઠાકર અને અર્થકવેક મ્યુઝિયમ સ્મૃતિવનના ડાયરેકટર મનોજ પાંડે નિર્ણાયક સમિતીમાં રહ્યા હતા અને તેમના દ્વારા શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સની પંસદગી કરવામાં આવી હતી.

ફોટોગ્રાફ્સ
ફોટોગ્રાફ્સ (ETV Bharat Gujarat)

આ સ્પર્ધામાં 33 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો: આ નિર્ણાયક સમિતી દ્વારા આ સ્પર્ધાના વિજેતાઓને “બેસ્ટ ઓફ મારું કચ્છ 2024" નું ઓનલાઈન કચ્છ સંગ્રહાલય, ભુજના સોશિયલ મીડિયા પેજ Kachchhmuseumin પર જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં 33 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી બેસ્ટ 6 જેટલા ફોટોગ્રાફરની તસવીરો પસંદ કરવામાં આવી હતી. તો આ ઉપરાંત સમિતિ દ્વારા પસંદગી પામેલ 22 જેટલા સ્પર્ધકોના ફોટોગ્રાફસનું પ્રદર્શનનું ઉદ્દઘાટન તથા સ્પર્ધકોના ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. મોહન પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

કરણ ઠક્કર
કરણ ઠક્કર (ETV Bharat Gujarat)

શ્રેષ્ઠ 6 ફોટોગ્રાફરની યાદી: આ સ્પર્ધામાં શ્રેષ્ઠ 6 ફોટોગ્રાફરમાં કરણ ઠકકર, રમેશ પોમલ, સિધ્ધાર્થ રાઠોડ, મિલન બરાડ, મનન ઠકકર અને નિખિલ નાગડાની તસવીરોને શ્રેષ્ઠ તસવીરો જાહેર કરવામાં આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ફોટોગ્રાફી હરીફાઈનું આયોજન
ફોટોગ્રાફી હરીફાઈનું આયોજન (ETV Bharat Gujarat)

કુદરતી દૃશ્યો આધારિત વિવિધ ફોટોગ્રાફ્સ: કાર્યક્રમની શરૂઆત "એક વૃક્ષ ભારત મા કે નામ" અભિયાનને ધ્યાને રાખીને પ્લાન્ટેશન દ્વારા કરવામાં આવી હતી. શ્રેષ્ઠ સ્પર્ધકોને સર્ટિફિકેટ તથા ઇનામ વિતરણ અતિથિઓના હસ્તે કરાવવામાં આવ્યું હતું. સર્વ અતિથિઓ અને દર્શકોએ કલા, કલાકાર અથવા કારીગર સાથે આખો દિવસ ( An Entire Day With Art, Artist or Artisian) ને પ્રદર્શિત કરતાં કલા વારસો સાંસ્કૃતિક, સ્થાપત્યો, કુદરતી દૃશ્યો આધારિત વિવિધ ફોટોગ્રાફ્સને નિહાળ્યા હતા તેમજ ફોટોગ્રાફસની દૃષ્ટિથી નિહાળ્યાનો આનંદ ઉઠાવ્યો અને ખુદના દૃષ્ટિકોણથી રુબરુ થયા હતા.

ફોટોગ્રાફી નિહાળતા અતિથિઓ
ફોટોગ્રાફી નિહાળતા અતિથિઓ (ETV Bharat Gujarat)

કચ્છ મ્યુઝિયમ ખાતેનું આ ખાસ પ્રદર્શન 22થી 24 ઓગસ્ટ, સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નિઃશુલ્ક નિહાળી શકાશે. કચ્છ સંગ્રહાલયના મુલાકાતીઓ તથા કચ્છના રહેવાસીઓ કચ્છના વિવિધ ફોટોગ્રાફસ જોઈને આનંદની લાગણી અને અનુભૂતિ સાથે સંગ્રહાલય સાથે જોડાય, પોતાની ધરોહરની ધન્યતાને પીંછાણે, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના કેળવે અને યુગ યુગીન વિકસીત ભારતના ભવ્ય વિરાસત તરફ પ્રેરાય, તેવા સંનિષ્ઠ પ્રયત્નો સભર આ પ્રવૃત્તિ સંપન્ન કરવામાં આવી હતી.- કચ્છ મ્યુઝિયમના કયુરેટર બુલબુલ હિંગ્લાજીયા

400 વર્ષ જૂની કળાનું જતન કરતી નારી: ફોટોગ્રાફર કરણ ઠક્કરે પોતાની પાંચ તસવીરો અંગે વાત કરી હતી કે "કચ્છી કળાનું અમૂલ્ય વારસો: 400 વર્ષ જૂની કળાનું જતન કરતી નારી" મારુ કચ્છ, જ્યાં મહેનત અને કળાને ગાઢ સંબંધ છે. આ 5 તસવીરોમાં 400 વર્ષ જૂની રોગાન કળામાં કાર્યરત એક મહેનતકશ મહિલા કલાકાર દ્વારા એક કલાકૃતિ માટે થતી પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. આ કળા કચ્છની ધરોહર છે. પ્રથમ તસવીરમાં, મહિલા કલાકાર તેના પરંપરાગત ઢબે રંગો તૈયાર કરતી દેખાય છે. બીજી તસવીરમાં, તે પથ્થરનો ઉપયોગ કરીને રંગને રચતી, કઠિન શ્રમના પરિણામ તરીકે કળાની શરૂઆત કરે છે. ત્રીજી તસવીરમાં, તે મહેનત અને સમર્પણથી કળાના રંગોથી કિસ્સાઓને રૂપ આપે છે. ચોથી તસવીરમાં, તે કળાના ઊંડા અને સચોટ જીણવટભર્યા કામ સાથે શ્રેષ્ઠ કૃતિઓનું નિર્માણ કરતી દેખાય છે. અંતિમ તસવીરમાં મારા કચ્છની કળા કે જે અમૂલ્ય વારસો છે તે આ નારીના હાથમાં સલામત છે, જે પેઢીઓ સુધી જીવંત રહે તેવા પ્રયત્નો કરી રહી છે.

શ્રેષ્ઠ સ્પર્ધકોને સર્ટિફિકેટ તથા ઇનામ વિતરણ
શ્રેષ્ઠ સ્પર્ધકોને સર્ટિફિકેટ તથા ઇનામ વિતરણ (ETV Bharat Gujarat)

પક્ષીને કલાકાર કરીને તસવીરો: તો અન્ય ફોટોગ્રાફર રમેશ પોમલે સુગરી પક્ષી દ્વારા પોતાના માળા બનાવવાની પ્રક્રિયા તેમજ તેના બચ્ચાઓને ભોજન આપવાની પ્રક્રિયા તેમજ વિવિધ તેની દિવસ દરમિયાનની પ્રક્રિયાને પોતાના કેમેરામાં કેદ કરી હતી અને કુદરતની રીતે પક્ષીને કલાકાર ગણીને મારું કચ્છ વિષય પર પોતાની પાંચ તસવીરો અને સ્ટોરી લાઈન સબમીટ કરાવી હતી. જેને પણ શ્રેષ્ઠ 6 કૃતિમાં પસંદગી કરવામાં આવી હતી.

  1. બનાસકાંઠામાં ઘઉં ભરેલી ટ્રક પલટી અને પુરવઠા વિભાગ દોડતું થયું, જાણો સમગ્ર મામલો - banaskantha news
  2. સુરતની ગુલ્લીબાજ શિક્ષિકા ટર્મીનેટ, અન્ય બે શિક્ષકો પણ તંત્રની રડાર હેઠળ - Absentee teacher

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.