જામનગર: જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડને હંગામી બસ સ્ટેશન માટે ફાળવવામાં આવ્યું છે. જામનગરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ નવા બસ સ્ટેશનની કામગીરી હવે શરુ થશે. કલેકટર કચેરીથી ST વિભાગને પ્રદર્શન ગ્રાઉન્ડ સોંપવામાં આવ્યું છે. દોઢ મહિનામાં હંગામી ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં નવું ST બની જશે. બે વર્ષમાં નવું બસ સ્ટેશન જામનગરના લોકોને મળશે.
નવો ડેપો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી: જામનગરમાં સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. જો કે મુખ્ય મંત્રીએ નવો ડેપો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી છે. પણ કામગીરી શરૂ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી, કારણ કે ડેપો જર્જરિત હાલતમાં છે અને વરસાદ પડતા જ સમગ્ર ડેપોમાં પાણી ભરાઈ જાય છે અને કાદવ કિચડ જોવા મળે છે.
સમગ્ર બાબતે etv ભારતની ટીમે મુસાફરો સાથે વાત કરતા જણાવ્યું કે,'સારો ઈરાદો છે. પણ સમયસર ડેપો બનવો જોઈએ. જો તાત્કાલિક ડેપો બને તો લોકોની સુખાકારીમાં વધારો થશે. અને સમયસર બસ મુસાફરને મળી રહેશે. એસ ટી ડેપો અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. માર્ચ મહિનામાં એસટી ડેપોનું ખાત મૂહુર્ત કરવામાં આવ્યું પણ હજુ સુધી ડેપોની કોઈ કામગીરી કરવામાં આવી નથી.'
આ પણ વાંચો: