ETV Bharat / state

સાબરડેરીમાં પૂર્વ ચેરમેન સહિત ધવલસિંહ ઝાલાની પશુપાલકો સાથે બેઠક યોજાઈ - a meeting held on sabarderi

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 5:30 PM IST

સાબરડેરીમાં પશુપાલકો ઉગ્ર બનતા પૂર્વ ચેરમેન સહિત પશુપાલકોની સાબરડેરી હોલમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાબરડેરીના ડિરેક્ટર પણ હાજર રહ્યા. શા માટે બેઠક યોજાઈ જાણો આ અહેવાલમાં..., a meeting held on sabarderi

સાબરડેરીમાં બેઠક યોજાઈ
સાબરડેરીમાં બેઠક યોજાઈ (Etv Bharat Gujarat)

સાબરકાંઠા: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીએ ગતરોજ વાર્ષિક દૂધ ફેર મામલે 258 કરોડ જાહેર કરતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે સાબરડેરી ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિહ ઝાલા, પશુપાલકો અને પૂર્વ ચેરમેન સહિત ડિરેક્ટર સાથે બેઠક કરી સુખરૂપ નિવેડો આવ્યો છે. જેમાં આગામી ટૂંક સમયમાં બાકીના દૂધ વધારાની રકમ પશુપાલકોને અપાશે તેવું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.

ભાવ વધારા મામલે બેઠક યોજાઈ: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાજ સાબર ડેરીમાં આ વર્ષે નવા નિયામક મંડળની ચૂંટણી થયા બાદ ચેરમેન અને વોઇસ ચેરમેનની ચૂંટણી બાકી હોવાના કારણે પશુપાલકોનો દૂધનો વાર્ષિક રકમ ન આપી શકાતા ભારે હંગામો સર્જાયો હતો. જેના પગલે સાબરડેરી દ્વારા વચગાળાની 258 કરોડ રકમ દૂધ મંડળીઓને આપવામાં આવી હતી. જોકે પશુપાલકોમાં આ મામલે રોષ ફેલાતા આજે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત પશુપાલક આગેવાનો દ્વારા સાબર ડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટરની હાજરીમાં બેઠક યોજાઇ હતી.

જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધનો વધુ ભાવ આપવાની રજૂઆત થઈ હતી. સાથોસાથ દૂધનું વાર્ષિક ભાવ ફેર પણ 15% થી 20% ની વચ્ચે આપવાની રજૂઆત કરી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી રહેતા આગામી સમયમાં તાત્કાલિક ધોરણે ચૂંટણી થાય તો પશુપાલકોને બાકી રહેતો દૂધ વધારો તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય તેવી રજૂઆત કરાઈ હતી.

દૂધનો ભાવ ₹970 સુધી અપાશે: જોકે સાબર ડેરીના પૂર્વ ચેરમેન સાથે થયેલ રજૂઆત ના પગલે તેમને પશુપાલકો માટે આગામી સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂરી થતાની સાથે જ વધારાનો ભાવ ફેર આપવાની ખાતરી આપી છે. સાથોસાથ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધનો ભાવ ₹970 સુધી આપવાની રજૂઆત કરી હતી. જેના પગલે સમગ્ર મામલાનો સુખરૂપ નિવેડો આવ્યો છે. સાથોસાથ દર વર્ષ કરતા આ વર્ષે દૂધનો ભાવ વધુ મળશે તેમ જણાવ્યું હતું.

  1. દાહોદ વનવિભાગના ઉચ્ચ અધિકારીએ લમણે ગોળી મારી કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો - Dahod DCF commits suicide
  2. મોડી રાત્રે ધમધમતા કેફે અને સ્મોકિંગ ઝોન પર સુરત પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ - Surat police

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.