ETV Bharat / state

પાટણ રેલ્વે સ્ટેશને ચાલતી નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી, MPના શ્રમિકનું મોત - Laborer dies from cliff fall - LABORER DIES FROM CLIFF FALL

પાટણ રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી પાયાની કામગીરી દરમિયાન ભેખડ ઘસી પડતા મજૂર દટાયો હતો. દટાયેલા મજૂરને અન્ય મજૂરોએ બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે ખસેડાતા હોસ્પિટલમાં જ મજૂરે દમ તોડ્યો હતો. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Laborer dies from cliff fall

સારવાર દરમિયાન થયું મોત
સારવાર દરમિયાન થયું મોત (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2024, 3:50 PM IST

પાટણ: જિલ્લાના રેલ્વે સ્ટેશનનું હાલમાં પૂરજોશમાં આધુનિકરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે રવિવારના રોજ રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટેની ભેખડ ધરાશાઈ થતાં નીચે કામ કરી રહેલા એક મજૂર દટાતા સ્થળ પર કામ કરતાં મજૂરોએ તાત્કાલિક તેને માટીમાંથી બહાર કાઢી 108 દ્વારા શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત મજૂરનું સારવાર પહેલા મોત: ઇજાગ્રસ્ત મજૂરને સારવાર મળે તે પહેલાં જ તેને દમ તોડતાં અને આ બાબતની જાણ હોસ્પિટલ દ્વારા પોલીસને કરાતા સ્થાનિક તેમજ રેલ્વે પોલીસે હોસ્પિટલ ખાતે આવી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ રેલવે સ્ટેશન ખાતે બનેલા અકસ્માતની ઘટનાની મળતી હકીકત મુજબ હાલમાં પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી ચાલી રહી છે.

માટીની ભેખડ ઘસી પડતા મજૂર દટાયો (Etv Bharat gujarat)

માટીની ભેખડ પડતા મજૂર દબાયો: રેલ્વ સ્ટેશનના નવીનીકરણની કામગીરીમાં મધ્યપ્રદેશના 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા છે. રવિવારના રોજ સવારે 10:00 કલાકના સુમારે રેલવે સ્ટેશન પર ચાલતી પાયાની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધરાશાઈ થતાં નીચે કામગીરી કરી રહેલા વિનોદકુમાર સિંહ રામચરણસિંહ નામના મજૂર ઉપર પડતા તે માટી નીચે દટાયો હતો.

મજૂરના મોતથી શોકનો માહોલ: આ ઘટનાની જાણ અન્ય મજૂરોને થતા તેઓએ તાત્કાલિક માટી નીચે દટાયેલા વિનોદકુમાર સિંહને તાત્કાલિક બહાર કાઢી 108 ની મદદથી પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે જનતા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિનોદ કુમારસિંહે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા સાથે કામ કરી રહેલા મજૂરોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. આ બનાવની જાણ રેલ્વે પોલીસ અને સ્થાનિક પોલીસને કરાતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

મૃતક શ્રમિક 3 સંતાનોનો પિતા: પોલીસે લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે. પાટણ રેલ્વે સ્ટેશનના આધુનિકરણની કામગીરી દરમિયાન ફરજ પરના કંપનીના જવાબદાર સુપરવાઇઝર પણ હાજર હોય તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. મધ્યપ્રદેશમાંથી મજૂરી અર્થે આવેલા અને આ ઘટનામાં મોતને ભેટેલા વિનોદ કુમાર સિંહ પરણિત હોય અને તેને 3 સંતાનો હોવાનું તેના નાના ભાઈ પ્રભાતસિંહે જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. કોણ છે ગુજરાતી ફિલ્મોની આ "જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર", જે શૂન્યમાંથી કરે છે સર્જન... - Jugadu costume designer
  2. પ્રેમ સબંધમાં હત્યા.. પત્નીના પ્રેમીની હત્યાના આરોપ મામલે પતિ સહિત અન્ય ચાર લોકોની થઈ ધરપકડ - Murdered in a love affair

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.