રાજકોટ: ઉપલેટા શહેરમાં રાજકોટ જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા બાળમજૂરી રોકવા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભાદર રોડ પર આવેલ હોલસેલ દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં બાળમજૂરી કામ કરતાં 1 બાળમજૂરને આ ટીમ દ્વારા બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.
બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાયો: ઉપલેટા શહેરમાં રાજકોટ જિલ્લાની વિવિધ ટીમોએ સંયુક્ત રીતે મળીને બાળમજૂરી રોકવા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત ઉપલેટા શહેરમાં આવેલ ભાદર રોડ પરની એક હોલસેલની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી બાળમજૂરી કરતા 1 બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યો હતો.
વિવિધ વિભાગોની સંયુક્ત કામગીરી: રાજકોટ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી એક ટીમ બનાવી ઉપલેટા શહેરમાં તપાસ કરી હતી. જેમાં તપાસ દરમિયાન એક બાળમજૂર મળી આવ્યો હતો. જે બાદ આ બાળમજૂરને આ ટીમ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યો હતો. ત્યારે આ કામગીરીની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ રાજકોટ રૂરલ, લેબર ઓફિસ વિભાગ રાજકોટ, બાળ સુરક્ષા વિભાગ રાજકોટ, ફેક્ટરી ઓફિસ વિભાગ રાજકોટ દ્વારા સંયુક્ત રીતે આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.
દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ: તપાસ દરમિયાન આ દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતા 13 વર્ષ 7 મહિનાનો બાળક મળી આવ્યો હતો. આ મામલે સરકારી શ્રમ અધિકારી અને રાજકોટ શહેરમાં રાજ્ય પત્રિક વર્ગ-2ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. દિશા કાનાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ હાલ ચાઈલ્ડ લેબર પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 અને ગુજરાત નિયમો 2017 ની કલમ 03 તથા 14 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બાબતમાં દલ્લા જાફરભાઈ મજીદભાઈ નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હાલ આ મામલાની તપાસ ઉપલેટા પોલીસ સ્ટશનના PSI એસ. પી. ભટ્ટ ચલાવી રહ્યા છે.
બાળકનો પરિવાર ક્યાં ? સૂત્રા પાસેથી મળતી માહિતીઓ અનુસાર મજૂરી કરતા બાળકનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે. બાળક અને તેમનો પરિવાર મજૂરી કરી પોતાનું અને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બાળકના પિતા ઓટોરિક્ષા ચલાવે છે, જ્યારે માતા પણ ઘરકામ કરી રહી છે. જ્યારે બાળક પણ પરિવારને મદદરૂપ થવા માટે કામ કરે છે. આવા ઘણા પરિવારો અને બાળકો છે, જેમને પરિવાર માટે મજબૂરીને કારણે અભ્યાસ છોડીને કામ પણ કરવું પડે છે.