ETV Bharat / state

વડોદરામાં હાર્દિક પંડયાનો ભવ્ય રોડ શો, ક્રિકેટરના સ્વાગત માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું - Hardik Pandya road show in Vadodara

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરામાં આવી રહેલા હાર્દિક પંડ્યા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શો સાંજે 06 : 05 કલાકે માંડવીથી શરૂ થયો હતો. હાર્દીકના સ્વાગતમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરામાં હાર્દિક પંડયાનો રોડ શો
વડોદરામાં હાર્દિક પંડયાનો રોડ શો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 8:52 PM IST

Updated : Jul 15, 2024, 9:13 PM IST

વડોદરામાં હાર્દિક પંડયાનો રોડ શો (Etv Bharat Gujarat)

વડોદરાઃ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરામાં આવી રહેલા હાર્દિક પંડ્યા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તેઓ પોતાના નિવાસ્થાને પહોંચ્યા હતા અને ત્યારબાદ શહેરના માંડવી ગેટ પાસેથી ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શો સાંજે 6:05 કલાકે માંડવીથી શરૂ થયો હતો, ત્યારે ક્રિકેટરના સ્વાગતમાં આખુ વડોદરા રસ્તા ઉપર સ્વાગત માટે ઉમટી પડ્યું હતું. માંડવી ગેટથી લઇને લહેરીપુરી દરવાજા સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આખા રસ્તે હાર્દિક- હાર્દિંક ગુંજી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સમગ્ર માર્ગ ઉપર નાના નાના બાળકો પણ હાર્દિકના કટ આઉટ લઈને તેના સ્વાગત માટે ઉભા હતા.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ શો: ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં ચેમ્પિયન બન્યા બાદ મુંબઇ આવતા તમામનું ખુલ્લી બસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આજે વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા પરત આવ્યા છે. જેને લઇને તેઓનું ખુલ્લી બસમાં અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે માંડવીથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર જોવા મળી રહ્યા છે. ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં ખુલ્લી બસમાંથી હાર્દિક પંડ્યાં પોતાના ચાહકોનું અભિવાદન ઝીલી રહ્યો છે. આ કાર્યક્રમમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવતા 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. રસ્તાની બંને બાજુ વિવિધ પ્રકારના બેનર્સ ક્રિકેટ ફેન્સના હાથમાં જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ હાર્દિક પંડ્યાના વખાણ કરી રહ્યા હોય તેવું લખાણ જોવા મળી રહ્યું છે. સાંજે 5: 40 કલાકે હાર્દિક પંડ્યા તેઓના નિવાસ સ્થાનેથી જાતે જ કાર ચલાવીને સ્થળ ઉપર પર પહોંચ્યા હતા.

કયા વિસ્તારમાં રોડ શો યોજાયોઃ આ રોડ શો માંડવીથી શરૂ થઇને લહેરીપુરા દરવાજા, ન્યાય મંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી આવીને અકોટા- દાંડીયાબજાર બ્રિજ સોલાર પેનલ પાસે પૂર્ણ થશે. આ દરમિયાન રૂટમાં આવતા 20 રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

નવલખી મેદાને ભવ્ય આતશબાજી કરાવામાં આવીઃ માંડવીથી સાંજે 6:00 વાગ્યે આવી પહોંચી હતી નવલખી ખાતે સંપન્ન થશે. આ કાર્યક્રમના આયોજનમાં ગણેશોત્સવ મંડળના અગ્રણી જય ઠાકોર પણ જોડાશે. રોડ શો બાદ જીતની ખુશીમાં નવલખી મેદાનમાં રૂપિયા 3 લાખના દારૂખાના દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવશે. જ્યારે રોડ શો દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહી, જેથી કોઈપણ આપાતકાલિકન પરિસ્થિતિમાં પહોંચી વળાય.

રોડ શો માટે કચ્છથી વિશેષ બસઃ વિક્ટરી રોડ શો માટે મુંબઇથી હાર્દિકની ખાસ ટીમ ગત રાત્રે વડોદરા પહોંચી હતી અને રેલીના આયોજન માટે તે માર્ગદર્શન આપી રહી છે. બીજી તરફ રોડ શો માટેની વિશેષ બસ કચ્છથી આજે વડોદરા આવી પહોંચી હતી. જેને ક્રિકેટરોનાં ચિત્રો અને ભારતીય ટીમના વિજય પછી સર્જાયેલા દૃશ્યોનાં ચિત્રો બસ પર કંડારવામાં આવ્યા છે. જે જોવા માટે મોટી સંખ્યામાં પણ લોકો જોડાયાં હતાં.

  1. ભારતીય ક્રિકેટ ટીમનો 27 જુલાઈથી શ્રીલંકા પ્રવાસ, કોણ હશે ભારતનો કેપ્ટન ? - IND vs SL

Last Updated : Jul 15, 2024, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.