ETV Bharat / state

પ્રેમ પ્રકરણનો વરવો કિસ્સો, મિત્ર સાથે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીના મિત્રને મળ્યું મોત - MURDER IN LOVE AFFAIR

રાજુલામાં એક યુવતીએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો જ્યાં યુવતીના સગાઓએ હુમલો કરતા પ્રેમી યુવક ભાગવામાં સફળ રહ્યો, પણ તેના મિત્રને માર મારતા મોત થયું હતું

અમરેેલીના રાજુલામાંં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ
અમરેેલીના રાજુલામાંં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 6:44 PM IST

અમરેલી: જિલ્લાના રાજુલા પંથકમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. બારપટોળી ગામમાં પ્રેમિકાને મળવા પ્રેમી અને તેના મિત્ર પર યુવતીના સગાઓએ હુમલો કર્યો હતો પણ પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ તે યુવકનો મિત્ર ત્યાં ફસાઇ ગયો હતો, એટલે યુવતીના સગાઓએ યુવતીના પ્રેમીના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે.

યુવતી પર હુમલા કરાવ્યાનો આરોપ: પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાજુલામાં બનેલી ઘટનામાં યુવતીએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો. જેથી યુવક તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો અને સાથે તેના મિત્ર મનુ મકવાણાને લઇ ગયો હતો. જેથી આ યુવતીના ઇશારે તેની સાથે આવેલા 5 આરોપીઓએ હુમલો કર્યો હોવાનો આરોપ છે, જેની વિગતો બહાર આવી છે.

અમરેેલીના રાજુલામાંં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ (Etv Bharat Gujarat)

યુવકને ગંભીર ઇજાઓ પહોંચી: આ યુવકને ગંભીર રીતે માર મારવામાં આવતા તેને માથામાં અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આ યુવકને રાજુલામાં સારવાર માટે લઇ જવાયો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

પિતાની ફરિયાદ પર આરોપીઓ સામે કાર્યવાહી: યુવકના મોત બાદ તેના પરિવાર દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા પોલીસ મથકે રજૂઆત કરી છે. ત્યારે પોલીસે આ હત્યારી યુવતી અને આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતકના પિતાએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર પોલીસે આરોપી યુવતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરીને આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ઘરી છે.

આ પણ વાંચો:

  1. જાફરાબાદમાં સિંહણે બાળકને ફાડી ખાધું, વનવિભાગે 24 કલાકમાં સિંહણને પાંજરે પૂરી
  2. કચ્છના માંડવીમાં બે બાળકો તલાવડીમાં ડૂબ્યા, મોતને ભેટતા બાળકના પિતા થયા બેહોશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.