રાજકોટ: શહેરમાં બંગડી બજારના ભાભા કોમ્પલેકસના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. જેને લીધે સ્થાનિક વેપારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવયો હતો. ફાઉર બ્રિગેડના આવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
આગ કેવી રીતે લાગી: રાજકોટની બંગડી બજારના વેપારી હિરેનભાઇએ જણાવ્યું હતું કે, "હું સવારે મારી દુકાને આવ્યો ત્યારે ઉપરના ભાગેથી આગના ઘુમાડા નીકળતા હતા,જેથી મે તુરંત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ બુજાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
બંગડી બજારની શેરીઓ સાંકડી: વધુમાં મળતી વિગત મુજબ રાજકોટની ભાભા બજારમાં કામેશ ભૂપતાણીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ આર્ટિકલનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. ગોડાઉનમાં ગિફ્ટ આર્ટીકલનો માલ સામાન પડેલો હતો. જોકે સવાલ એ છે કે, રાજકોટ મહાનગરપાલિકાને આ પ્રકારનું ગેરકાયદે પતરાનું સ્ટ્રક્ચર શા માટે ન દેખાયું. રાજકોટની બંગડી બજાર અને આસપાસના વિસ્તારમાં સાંકડી શેરીઓ છે અને તેને કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને પહોંચવામાં તકલીફ પડે છે. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. પણ તંત્ર આવા ઘણા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે.