ETV Bharat / state

પોરબંદરના દરિયાઈ માર્ગેથી શ્રીલંકા લઈ જવાતું 602 કરોડનું ડ્રગ્સ જપ્ત, પાક.ના ડ્રગ્સ માફિયાનો પ્લાન ચોપટ - 90 kg heroin seized from Porbandar - 90 KG HEROIN SEIZED FROM PORBANDAR

સરહદે અટકચાળા કરેલી રહેલું પાકિસ્તાન ક્યારેય પોતાની હરકતોથી બાજ આવવાનું નથી, છેલ્લાં કેટલાંક સમયથી પાકિસ્તાનમાંથી મોટી માત્રામાં ભારતમાં નશીલો પદાર્થ ઘુસાડવામાં આવે છે જોકે ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી પાકિસ્તાનમાંથી ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થને મધદરિયે જ ઝડપીને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે ત્યારે વધુ એક વખત ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં પાકિસ્તાનમાંથી આવતો મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 90 kg heroin seized from Porbandar sea, 14 people arrested

પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન ઝડપાયું, 14 લોકોની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 5:10 PM IST

Updated : Apr 28, 2024, 9:35 PM IST

પોરબંદરના દરિયાઈ માર્ગેથી શ્રીલંકા લઈ જવાતું 602 કરોડનું ડ્રગ્સ જપ્ત

પોરબંદર: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયામાંથી ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 લોકો સાથે રૂપિયા 600 કરોડથી વધુની કિંમતનો અંદાજે 90 કિલો હેરોઇન પકડવામાં આવ્યું છે. આ ઓપરેશનને સફળ બનાવવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ, ATS અને NCBએ સહયોગ કર્યો હતો.

ડ્રગ્સ મામલે ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ

મધદરિયે દિલધડક ઓપરેશન: ભારતીય સુરક્ષા એજન્સીઓને સુચના મળી કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા પાકિસ્તાનના કરાંચી બંદરેથી એક પાકિસ્તાની ફીશીંગ બોટ અલ-રઝામાં કેટલોક ગેરકાયદે માદક પદાર્થ હેરોઈ અથવા મેથામ્ફેટાઈમાઈનો જથ્થો ભરી 25 એપ્રિલ 2024ની રાત 26 એપ્રિલ 2024ની વહેલી સવારે પોરબંદરના IBML નજીક ભારતીય જળસીમાં આવનાર છે. આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના કોઈ ભારતીય વહાણમાં તામીલનાડુના માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને ડીલીવરી કરનાર છે. આ પાકિસ્તાની હબોટ તેના રેડિયો ઉપર પોતાની કોલ સાઈન અલી નામથી ભારતીય વહાણને તેની કોલ સાઈન હૈદર નામનો પાસવર્ડ શેર કરી તે ડ્રગ્સના જથ્થાની ડીલીવર કરવાની હતી. પરંતુ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશને પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતો ડ્રગ્સનો જથ્થો મધદરિયેથી ઝડપી લીધો. પાકિસ્તાની બોટ સાથે પોલીસે ડ્રગ્સનો 86 કિલો જથ્થો અને 14 આરોપીની ધરપકડ કરી છે.

પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન ઝડપાયું, 14 લોકોની ધરપકડ
પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન ઝડપાયું, 14 લોકોની ધરપકડ

14 પાકિસ્તાની નશાનો સૌદાગરો ઝડપાયા

  1. નાસીર હુસૈન આઝમ ખાન, જુનબુ મવલી, બલુચીસ્તાન-પાકિસ્તાન
  2. મહોમ્મદ સીદ્દીક અહેમદ ભટ્ટી, લોકુ ચિલ્લારામ રોડ, ખડ્ડા માર્કેટ, કરાંચી પાકિસ્તાન
  3. અમીર હુસૈન ગુલામ, ગોત વદરાવલ્લીમ્મદ, લસબેલ્લા, બલુચીસ્તાન પાકિસ્તાન
  4. સલલ ગુલામ નબી, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  5. અમન ગુલામ નબી, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  6. બધલ ખાન અમીર કે, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  7. અબ્દુલ રાશીદ ઝબરી, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  8. લાલ બક્ષ અલી મુરાદ, જુનબુ મવલી, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  9. ચાકર ખાન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  10. કાદીર બક્ષ અલી મુરાદ, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  11. અબ્દુલ સમાદ હુસૈન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  12. એમ હકીમ અર્ફ નોરો, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  13. મુહમ્મદ ખાન હુસૈન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન
  14. નુર મહમ્મદ હુસૈન, લસબેલ્લા, બલુચીસ્તાન, પાકિસ્તાન

602 કરોડ રૂપિયાની ડ્રગ્સ: તમામ આરોપીઓ પાકિસ્તાનના છે, અને તમામની અટકાયત કરવામાં આવી છે, જ્યારે આ ઓપરેશન દરમિયાન બોટનો કેપ્ટન નઝીર હુસૈન ઈજાગ્રસ્ત થયો હતો તેની બલુચીસ્તાનમાં સારવાર હાલ ચાલી રહી છે. ભારતીય ટીમને પાકિસ્તાની ઈસમોના કબજા હેઠળની હબોટમાંથી 78 પેકેટ્સ મળી આવ્યા જેનો વજન 86 કિલોગ્રામ જેવો થાય છે. આતંરરાષ્ટ્રીય બજારમાં આ માદક પદાર્થની કિંમત 602 કરોડ રૂપિયા થવા જાય છે. આ કાર્યવાહી દરમિયાન દેવભૂમિ દ્વારકા SOG તથા જામનગર SOGની પણ મદદ લેવામાં આવી હતી.

પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન ઝડપાયું

પાક ડ્રગ્સ માફિયાનો પ્લાન ચોપટ: પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હેરોઈનનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા મોકલાવવામાં આવ્યો હતો અને આ ડ્રગ્સનો જથ્થો તામીલનાળુના ડ્રગ્સ માફિયાઓ દ્વારા વહાણ મારફતે શ્રીલંકા પહોંચાડવાનો હતો. આ હેરોઈન સીઝર કેસની આગળની તપાસ NCBને સોંપવામાં આવી છે.

602 કરોડનું ડ્રગ્સ જપ્ત
602 કરોડનું ડ્રગ્સ જપ્ત

NCB કરશે આગળની તપાસ: આ મામલે ડીજીપી વિકાસ સહાયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈનપુટના આધારે એનસીબી અને એટીએસ કાર્યવાહી હાથ ધરી હતી, 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા છે. ભારતીય અધિકારીઓની ટીમથી બચવા માટે પાકિસ્તાની બોટ ચાલકે એનસીબીની બોટ પર બોટ ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, પાકિસ્તાની બોટને પોરબંદર લાવવામાં આવી રહી છે અને હવે આ કેસની આગળની તપાસ એનસીબી કરશે.

602 કરોડનું ડ્રગ્સ જપ્ત
602 કરોડનું ડ્રગ્સ જપ્ત
  1. ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATSને મોટી સફળતા, 7થી 8 લોકોની ધરપકડ - Drugs factory seized in Gandhinagar
  2. ગુજરાત તથા રાજસ્થાનમાંથી 230 કરોડથી વધુનું ડ્રગ્સ રો-મટીરિયલ ઝડપાયું, 13 ઝડપાયા - Narcotics Drugs Seized

Last Updated : Apr 28, 2024, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.