ETV Bharat / state

વિતરણની વાટ જોતી સાયકલ : પાલનપુરમાં કાટ ખાતી સેંકડો સાયકલ, જનતાના પૈસાનું પાણી ? - Saraswati Sadhana Sahay Yojana - SARASWATI SADHANA SAHAY YOJANA

સરકાર દ્વારા સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ અપાતી 8 હજાર જેટલી સાયકલો પાલનપુરમાં કાટ ખાઈ રહી છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ આ લાભથી વંચિત છે. જાણો શા માટે સાયકલ હોવ છતાં વિતરણ નથી કરાયું...

વિતરણની વાટ જોતી સાયકલ
વિતરણની વાટ જોતી સાયકલ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 5:24 PM IST

બનાસકાંઠા : સરકારની સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત ધોરણ નવની વિદ્યાર્થિનીઓને સાયકલ ફાળવવામાં આવે છે. પાંચ કિલોમીટર દૂરથી અભ્યાસ કરતા આવતી વિદ્યાર્થિનીઓને આ સાયકલ આપવામાં આવે છે. વર્ષ 2022 ની સાયકલો વર્ષ 2022 માં ફાળવાઈ ગઈ હતી, જે બાદ 2023-24 ની સાયકલો ફાળવાઈ જ નથી. 2023 ના વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ આ સહાયથી વંચિત રહી ગઈ છે.

પાલનપુરમાં કાટ ખાતી સેંકડો સાયકલ, જનતાના પૈસાનું પાણી ? (ETV Bharat Reporter)

સરસ્વતી સાધન સહાય યોજના : સરસ્વતી સાધન સહાય યોજના 1998 માં અમલી બની હતી. જે બાદ સાઇકલને બદલે 1,500 રૂપિયા વિદ્યાર્થિનીને ચૂકવતા હતા. 2014માં સરકારે સાઈકલ આપવાનો નિર્ણય કર્યો હતો અને આ ઠરાવ પસાર થયો હતો. ત્યારબાદ સાઈકલ વિતરણ શરૂ કરાયું હતું. જોકે બનાસકાંઠામાં 2023 અને 2024 માં આ સરસ્વતી સાઈકલ સાધન સહાય વિતરણથી વિદ્યાર્થિનીઓ વંચિત રહી ગઈ છે.

કાટ ખાતી સેંકડો સાયકલ : અત્યારે હજારોની સંખ્યામાં સાયકલો ખુલ્લામાં જ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. આ અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, 2023-24 ની જે સાયકલો હતી તે 2024 ના છઠ્ઠા મહિનામાં જલંધરની કંપનીએ બનાવી, આ કંપનીની સાયકલો સરકારના ટેસ્ટમાં ફેલ થઈ છે અને તેનું વિતરણ હાલ અટકાવી દીધું છે. તેનો કબજો સરકાર કે તંત્ર દ્વારા લેવાયો નથી. કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીને પત્રવ્યવહાર કરી જણાવવામાં આવ્યું છે છતાં આ સાયકલનો જથ્થો એ જ અવસ્થામાં હાલ પડ્યો છે.

વિતરણની વાટ જોતી સાયકલ : પાલનપુરની કુમાર છાત્રાલયમાં હાલ આ સાયકલનો જથ્થો છેલ્લા બે માસથી મૂકવામાં આવ્યો છે, જેના પર વેલ પણ ઉગી ગઈ છે અને સાયકલો વરસાદમાં કાટ ખાઈ રહી છે. સરકારે ટેન્ડર આપ્યું પરંતુ 2023માં કંપનીએ બનાવેલી સાયકલો ટેસ્ટમાં ફેલ થતા તંત્રએ ન સ્વીકારતા હાલ તો વિદ્યાર્થિનીઓ આ લાભથી વંચિત રહી ગઈ છે. ત્યારે હવે ક્યારે આ સાયકલનો જથ્થો એજન્સી પરત લેશે અને ફરી ક્યારે આ વિદ્યાર્થિનીઓને સાયકલનો લાભ મળે છે તે જોવું રહ્યું...

  1. ધાનેરામાં બાળકોને આપવામાં આવતી સરકારી સહાયની સાઇકલ તંત્રના પાપે ધૂળ ખાતી રહી
  2. યુટ્યુબર રેલ્વે ટ્રેક પર સિલિન્ડર, ઇંટો અને સાયકલ મૂકીને રીલ બનાવતો હતો, જાણો શું થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.