ETV Bharat / state

વલસાડમાં યોજાયો 75 મો વન મહોત્સવ, યોજનાકીય લાભોનું વિતરણ કરી પર્યાવરણ પ્રેમીઓનું સન્માન કર્યું - 75th Forest Festival

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 12, 2024, 9:35 AM IST

વલસાડ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ ગામની શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવા સાથે પર્યાવરણ જતન અંગે અપીલ કરી હતી.

વલસાડમાં યોજાયો 75 મો વન મહોત્સવ
વલસાડમાં યોજાયો 75 મો વન મહોત્સવ (ETV Bharat Reporter)

વલસાડ : ઉમરગામ તાલુકાના નારગોલ સ્થિત દક્ષિણા વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ દરેકને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ, તેમજ પર્યાવરણ પ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

75 મો વન મહોત્સવ : જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી અંગે વિશેષ ઉપસ્થિત રહેલ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના સ્વ. કનૈયાલાલ મુનશીએ ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવા તેમજ જંગલ વિસ્તાર વધારવા 1950માં આખા ગુજરાતમાં વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કર્યું હતું. તે મુજબ દર વર્ષે ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

રોપાના વાવેતર-ઉછેરની માહિતી : આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોને પર્યાવરણનું જતન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ વિવિધ રોપાનું વાવેતર કેવી રીતે કરી શકાય અને વન વિભાગની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ 75 માં વન મહોત્સવમાં માર્ગદર્શન માહિતી પૂરી પાડવા સાથે વિવિધ રોપાના વાવેતર અંગે અને તેના ઉછેર અંગેની વિગતો પૂરી પાડવામાં આવી હતી. તેમજ જરૂરિયાતમંદ લોકોને વિવિધ છોડ-રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

યોજનાકીય લાભોનું વિતરણ
યોજનાકીય લાભોનું વિતરણ (ETV Bharat Reporter)

સામાજિક વનીકરણ વિભાગની યોજના : વલસાડ વન વર્તુળના મુખ્ય સંરક્ષક મુનીશ્વર રાજાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લાના જંગલ વિસ્તારની વિગતો પૂરી પાડી હતી. સાથે જ વન વિભાગની કામગીરી અને યોજનાની માહિતી આપી હતી. સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ખાતાકીય ખેડૂતલક્ષી વાવેતર અને નર્સરી, વન મહોત્સવ-લોકોત્સવ, વન કુટીર, કલમી ફળાઉ રોપાનું વાવેતર, વિકેન્દ્રિત પ્રજા નર્સરી, સામાજિક વનીકરણ દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓની વિગતોમાં ફાર્મ ફોરેસ્ટ્રી, એગ્રો ફોરેસ્ટ્રી, વન કવચ વગેરે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વૃક્ષ રથ અને વૃક્ષારોપણ : આ કાર્યક્રમમાં વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવા ઉપરાંત ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓને છોડ રોપા આપવા સાથે વન વિભાગ સાથે રહી વન પર્યાવરણ અને પશુ-પક્ષીઓનું જતન કરનારા સેવાભાવીઓ, સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા સંકુલમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષ રથને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

75 મો વન મહોત્સવ
75 મો વન મહોત્સવ (ETV Bharat Reporter)

લાભાર્થીઓને ચેક વિતરણ : સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ, ઉમરગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમણલાલ પાટકર, IFS નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગના ડૉ. રામ રતન નાલા, વલસાડ દક્ષિણ ફોરેસ્ટના નાયબ સંરક્ષક ઋષિરાજ પુવાર, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ અને સભ્યો, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ અને સભ્યો, વન વિભાગના RFO, બીટ ગાર્ડ, કર્મચારીઓ સહિત તાલુકાના ખેડૂતો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

  1. ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, DJ ઘોંઘાટની જગ્યાએ આદિવાસી વાદ્યો ગૂંજ્યા
  2. ધરમપુરમાં દિવાસાના દિવસની અનોખી ઉજવણી, આદિવાસીઓ નારિયેળથી રમે છે રમત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.