ETV Bharat / state

ચાંદીપુરા વાયરસની ઝપેટમાં ગુજરાત, મૃત્યુઆંક વધીને 73 થયો - Chandipura virus

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 10:14 PM IST

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ધીરે ધીરે વધી રહેલા વાયરસના પ્રકોપને નાથવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે. જુઓ ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ આ અહેવાલમાં...

ચાંદીપુરા વાયરસની ઝપેટમાં ગુજરાત
ચાંદીપુરા વાયરસની ઝપેટમાં ગુજરાત (ETV Bharat)

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના કુલ શંકાસ્પદ 162 કેસ નોંધાયા છે. જોકે, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 60 પોઝિટિવ કેસ મળ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં કુલ 73 દર્દીઓ મૃત્યુ પામેલ છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 78 દર્દીઓને રજા આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 162 કેસ : ગુજરાત રાજ્યમાં હાલ વાયરલ એન્કેફેલાઈટીસના કુલ 162 કેસ છે. જે પૈકી સાબરકાંઠા અને પંચમહાલ બંનેમાં 16, મહેસાણામાં 10 તથા અરવલ્લી, રાજકોટ અને ખેડામાં 7-7, અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ નોંધાયા છે. સાથે જ વડોદરામાં 9, ગાંધીનગર અને જામનગરમાં 8-8, બનાસકાંઠામાં 7 તથા સુરેન્દ્રનગર અને મોરબીમાં 6-6 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત કચ્છમાં 5 તથા મહીસાગર, રાજકોટ કોર્પોરેશન અને દાહોદમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ નોંધાયા છે. ઓછા કેસ વાળા જિલ્લામાં છોટાઉદેપુર, નર્મદા, વડોદરા કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, સુરત કોર્પોરેશન અને અમદાવાદ છે, જ્યાં બે-બે કેસ નોંધાયા છે. ઉપરાંત ભાવનગર, જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ, અમરેલી તેમજ ડાંગમાં એક-એક શંકાસ્પદ કેસ મળ્યા છે.

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ : રાજ્યભરમાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 60 કેસ મળી આવ્યા છે. આ તમામ પૈકી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 3, ખેડામાં 4, મહેસાણામાં 5, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 3, વડોદરામાં 2, બનાસકાંઠામાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, અમદાવાદમાં 1, પોરબંદરમાં 1 તેમજ પાટણમાં 1 કેસનો સમાવેશ થાય છે.

મૃત્યુઆંક 73 થયો : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે 73 દર્દીના મોત થયા છે. મૃતકો પૈકી સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 5, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 4, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 4, નર્મદામાં 1, બનાસકાંઠામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, પાટણમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 નો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 11 દર્દી દાખલ છે તથા 78 દર્દીઓને રજા આપેલ છે.

આરોગ્ય વિભાગની કામગીરી : આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ જણાતા દર્દીના ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળીને કુલ 53,323 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલ છે. વાયરલ એન્કેફેલાઈટીસ પોઝિટિવ કેસો મળેલ તાલુકાના તમામ ગામના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે.

સાથે જ વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે. કુલ 7,44,192 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 1,49,592 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 30,419 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 7,259 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 35,336 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 7,553 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

  1. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 68 મોત, રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સઘન સર્વે શરુ
  2. ચાંદીપુરા શંકાસ્પદ કેસ: ધ્રોલની 4 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.