ETV Bharat / state

ભાવનગરના 6 કરોડના રોડના કામને બાબતે થઈ ગુપ્ત ફરિયાદ, સેમ્પલ લેતા ગડબડ આવી સામે - secret complaint of road work - SECRET COMPLAINT OF ROAD WORK

ભાવનગરના શહેરના ચિતરંજન ચોકથી ભીડભંજન સુધીનો માર્ગ RCC વાઈટ ટોપ 6 કરોડના ખર્ચે બનાવવા માટે એજન્સીને સોંપાયું છે. હવે એજન્સી દ્વારા કરેલા કામમાં ગડબડી હોવાની ફરિયાદ બાદ સેમ્પલ લઈને રિપોર્ટ કરાવ્યા તો ચોંકાવનારી વિગતો સામે આવી છે, હવે શું જાણો. secret complaint of road work

ભાવનગરના 6 કરોડના રોડના કામને બાબતે થઈ ગુપ્ત ફરિયાદ
ભાવનગરના 6 કરોડના રોડના કામને બાબતે થઈ ગુપ્ત ફરિયાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 10:36 PM IST

રોડના સેમ્પલ લેવામાં આવતા કેટલીક ક્ષતીઓ અને અવાસ્તવિકતા સામે આવી (Etv Bharat Gujarat)

ભાવનગર: શહેરના ચિતરંજન ચોકથી લઈને ભીડભંજન સુધી આરસીસીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે ચિતરંજન ચોકથી કાળાનાળા સુધીનો આરસીસીનો રોડ બની ચૂક્યો છે, ત્યારે રોડની ઊંચાઈને લઈને લોકોમાં સવાલ ઊભા થયા છે. તે દરમિયાન મહાનગરપાલિકાને મળેલી ફરિયાદ બાદ રોડના સેમ્પલ લેવામાં આવતા કેટલીક ક્ષતીઓ અને અવાસ્તવિકતા સામે આવી છે. જો કે હવે શું તેને લઈને કમિશનરે શું કહ્યું જાણો.

સેમ્પલ લઈને રિપોર્ટ કરાવ્યા તો ચોંકાવનારી વિગતો સામે
સેમ્પલ લઈને રિપોર્ટ કરાવ્યા તો ચોંકાવનારી વિગતો સામે (Etv Bharat Gujarat)

રોડની ઊંચાઈ અને ગુપ્ત ફરિયાદ બાદ એક્શન: ભાવનગર શહેરમાં ચિતરંજન ચોકથી આરસીસી રોડ 6 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. કાળાનાળા સુધીના માર્ગ ઉપર આરસીસી રોડ બની ચુક્યો છે. ચિતરંજન ચોક થી કાળાનાળા સુધી બનેલા આરસીસી રોડમાં અનેક સ્થળો ઉપર રોડની ઊંચાઈ ખૂબ છે જેને પગલે પાર્કિંગની સમસ્યાઓ ઉભી થઇ છે. જો કે મહાનગરપાલિકા રસ્તા બાબતે લેબોરેટરીના રિપોર્ટમાં છેડછાડ થતી હોવાની કોઈ ગુપ્ત રીતે ફરિયાદ કરી હોવાને પગલે મહાનગરપાલિકા એક્શનમાં આવી ગઈ છે.

એજન્સી દ્વારા કરેલા કામમાં ગડબડી હોવાની ફરિયાદ
એજન્સી દ્વારા કરેલા કામમાં ગડબડી હોવાની ફરિયાદ (Etv Bharat Gujarat)

છેડછાડ બાબતે કમિશનરે શુ લીધા પગલા: કમિશનર એન વી ઉપાધ્યાયએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ભીડભંજનથી ચિતરંજન ચોક સુધીમાં વાઈટ ટોપ રોડ બની રહ્યો છે. આ વાઈટ ટોપ રોડમાં લેબોરેટરીમાં કોઈ અમને ગુપ્ત માહિતી મળી હતી કે રિપોર્ટ સાથે કોઈ છેડછાડ કરવામાં આવે છે એટલે તમારી ટીમ મોકલીને તમામ રિપોર્ટ કર્યા હતા. ત્યારબાદ અમે થોડીક એવું લાગ્યું કે આમાં સ્પષ્ટતા વધારે જરૂરી છે કે રિપોર્ટમાં છેડછાડ છે કે નથી ચેક કરવા માટે એટલે મેં એજન્સીને બોલાવેલી છે. અને બીજા મુદામાં મુખ્યત્વે તો એવું છે કે આપણે M40 ગ્રીડ વાપરીએ છીએ રોડ બનાવવામાં તો M40 હોય તો સાત દિવસના અંતે 75 ટકા મળી જવી જોઈએ જે નથી મળતી. ઘણી જગ્યા આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં એટલે કે 40 ના બદલે આપણને સાત દિવસના અંતે 80 થી 90 મળી છે, જે પણ શંકા લાગે છે. આથી એજન્સીને બોલાવી છે. ત્યારબાદ નિર્ણય કરીશું કે શું કરી શકાય છે.

ભાવનગરના 6 કરોડના રોડના કામને બાબતે થઈ ગુપ્ત ફરિયાદ
ભાવનગરના 6 કરોડના રોડના કામને બાબતે થઈ ગુપ્ત ફરિયાદ (Etv Bharat Gujarat)

એજન્સીની ભૂલ અને હવે ઘીના ઠામમાં ઘી ઢોળાશે: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ એજન્સીને રિપોર્ટમાં આવેલી વિસંગતતાને પગલે જવાબ આપવા માટે બોલાવી છે. જો કે તૈયાર થયેલા રોડમાં ચકાસણી પત્રકના ધારા ધોરણ કરતાં રોડની સ્ટ્રેંથ ક્યાંક ઓછી છે તો ક્યાંક ડબલ છે. જેને પગલે મહાનગરપાલિકા પણ આખરે શુ નિર્ણય કરવો તેને લઈને ચિંતામાં છે. જો કે એજન્સીને સાંભળ્યા બાદ મહાનગરપાલિકા આગળ નિર્ણય કરી શકે છે.

  1. નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલે CID ક્રાઇમને મળી સફળતા, વિજીલન્સ ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જોડાશે - Navsari water supply scam
  2. ભુજમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, વાહનચાલકો થયા પરેશાન - Potholes after rains in Bhuj

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.