ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ બાદ રાજય ગૃહવિભાગે પોલીસ બેડામાં હોદ્દાની રૂહે હંગામી ફેરફાર કર્યો છે. જે અંતર્ગત પાંચ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત બોર્ડર રેન્જ ભુજ,ના સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક વસંતકુમાર કે. નાયીને તેજ વિભાગમાં પોલીસ અધિક્ષકનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આઈ.બી. ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ ડી.દેસાઈને પોલીસ અધિક્ષક તરીકે બઢતી કરવામાં આપવામાં આવી છે. જ્યારે સી.આઈ.ડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ ઈકો સેલ ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક ભરતસંગ એમ.ટાંકને પોલીસ અઘિક્ષકની બઢતી મળી આવી છે. આજ ક્રમમાં અમદાવાદ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક મેધા આર.તેવારને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેરની વિશેષ શાખામાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા રીમા એમ.મુનશીને નાયબ પોલીસ કમિશનર તરીકે પદોન્નતી કરવામાં આવી છે.
આ 5 IPS અધિકારીઓનું થયું પ્રમોશન
- વસંત કુમાર કે. નાયી (પોલીસ અધિક્ષક, સીઆઈડી ક્રાઈમ, બોર્ડર રેન્જ ભુજ )
- રાકેશ ડી.દેસાઈ, ( પોલીસ અધિક્ષક, આઈ.બી. ગાંધીનગર)
- ભરતસંગ એમ ટાંક (પોલીસ અઘિક્ષક, સી.આઈ.ડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ-ઈકો સેલ ગાંધીનગર)
- મેધા આર.તેવાર (પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય)
- રીમા એમ.મુનશી ( નાયબ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર વિશેષ શાખા)
મહત્વપૂર્ણ છે કે, ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 5 આઈપીએસ અધિકારીઓને તેમની હાલની ફરજની જગ્યાએ જ અપગ્રેડ કરીને in situ ધોરણે હંગામી નિમણૂંક આપવામાં આવી છે.