ETV Bharat / state

અમદાવાદના આંગણે 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન, 150 કલાકારો લેશે ભાગ - SAPTAK MUSIC FASTIVAL 2025

દેશના સૌથી મોટા સંગીત ઉત્સવમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025નું આયોજન 1 થી 13 જાન્યુઆરી દરમિયાન એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં કરવામાં આવશે.

અમદાવાદના આંગણે 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન
અમદાવાદના આંગણે 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન (PHOTO CREDIT: સપ્તક)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 2:26 PM IST

Updated : Nov 30, 2024, 6:39 PM IST

અમદાવાદ: દેશના સૌથી મોટા સંગીત ઉત્સવમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025નું આયોજન થવા જઇ રહ્યું છે. જે 1 થી 13 જાન્યુઆરી દરમિયાન એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં કરવામાં આવશે. આ સંગીત સમારોહમાં 150 થી વધુ સંગીત માર્તંડ અને યુવા સંગીતકારો એક મંચ પર 13 દિવસ સુધી સંગીત સાધના કરશે.

સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ યોજાશે: 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવની જાહેરાત કરતા સપ્તકના ટ્રસ્ટી હેતલ મહેતા જોષી જણાવે છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમ્યાન સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ થવા જઈ રહ્યો છે. નંદન મહેતા અને મંજુ મહેતાના પગલે ચાલતા સપ્તક આ વખતે 45મો વાર્ષિક સંગીત ઉત્સવ ઉજવવા જઈ રહ્યું છે.

અમદાવાદના આંગણે 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન (ETV BHARAT GUJARAT)

ઉત્તર અને દક્ષિણ સંગીતની જુગલબંધી આકર્ષણ બનશે: વધુમાં સપ્તકના હેતલબેન એ જણાવ્યું કે, આ વખતે સપ્તકમાં ખાસ વાત એ છે કે, 43થી વધુ સેશન્સમાં 150થી વધુ શાસ્ત્રીય સંગીતના માર્તંડ અને યુવા સંગીત કલાકારો સંગીત સાધના કરશે, મહત્વની વાત એ છે કે, આ વખતે ખાસ ઉત્તર અને દક્ષિણની જુગલબંધી સપ્તકમાં જોવા મળશે.

અમદાવાદના આંગણે 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન
અમદાવાદના આંગણે 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન (PHOTO CREDIT: સપ્તક)

વિદુષી મંજુ નંદન મહેતાની સ્મૃતિને સમર્પિત: હેતલબેને વધુમાં જણાવ્યું હતું કે આ 13 દિવસ ચાલતા સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવમાં રોજ અંદાજિત 2 હજારથી વધુ લોકો સંગીત સાધના માટે જોડાશે તેવું અનુમાન છે. આ વર્ષનો વાર્ષિક સંગીત ઉત્સવ સપ્તકના સહ-સ્થાપક અને જાણીતા સિતારવાદક - વિદુષી મંજુ નંદન મહેતાની સ્મૃતિને સમર્પિત રહેશે.

ક્યાં યોજાશે કાર્યક્રમ?: અમદાવાદ એલ.ડી. આર્ટસ કોલેજ કેમ્પસમાં, તા. 1 થી 13 જાન્યુઆરી દરમ્યાન સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ યોજાશે. 13 દિવસ દરમ્યાન દિવસના 3 સેશન્સ એમ કુલ 43 સેશન્સ યોજાશે.

આ પણ વાંચો:

  1. સાબરમતીના કાંઠે વહી જ્ઞાનની નદી, અમદાવાદના આંગણે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 નો પ્રારંભ
  2. અમદાવાદમાં ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં આ વખતે શું ખાસ હશે? એન્ટ્રી માટે આ રીતે કરો રજિસ્ટ્રેશન

Last Updated : Nov 30, 2024, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.