રાજકોટ: જીલ્લામાં TRP અગ્નિકાંડનની અસરના કારણે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવી રહી છે. જેમાં મહાનગરપાલિકામાં ઘણા લાંબા સમયથી મોટાભાગની શાખાઓમાં બદલીઓ થઈ હતી નહી. જેથી અનેક અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ બ્રાન્ચમાં, એક જ પોસ્ટ ઉપર કે એક જ ટેબલ પર ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે વહીવટી સરળતાના હેતુથી આવા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યા: મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યો છે કે, જેમાં ટાઉન પ્લાનિંગ, વોટરવર્કસ અને બાંધકામ સહિતના વિભાગોના કુલ 35 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. હાલ જે બદલી કરવામાં આવેલી તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારીઓ, બાંધકામ વિભાગના 13 કર્મચારીઓ, અને વોટર વર્કસના 7 કર્મચારીઓ તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
5 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી: વધુમાં મળતી વિગત મુજબ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સૌથી વધુ TP શાખાની ભૂમિકા સામે આવી હતી. તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના મુખ્ય ટાઉન પ્લાનર સાગઠિયા સહિત 5 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેથી TP વિભાગના 12 અને બાંધકામ વિભાગના 13 અધિકારી અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.