વલસાડ: ગુજરાત પોલીસે સાયબ૨ ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની આર્થીક પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ હાથ ધર્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા હતા અથવા અજાણતા આ પ્રકા૨ની યુક્તિઓમાં ફસાઇ ગયા હતા તેવા ભોગ બનેલા 28000 બેંક ખાતાઓ પોલીસે અનફ્રીઝ કર્યા છે.
વર્ષ 2024માં 53,24 કરોડ પરત અપાવ્યા: સમગ્ર ગુજરાતમાં બનેલા સાઇબર ફ્રોડ ના ગુન્હા બાદ તાત્કાલિક ફરિયાદ બાદ પોલીસ હરકત માં આવ્યા બાદ ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ નો ભોગ બનના૨ના હોલ્ડ થયેલ નાણા પૈકી સને ૨૦૨૪ માં કુલ ૫૩.૨૪ કરોડ રૂપીયા ૫૨ત અપાવ્યા છે, પોલીસે કહ્યું કે, જેમના પણ એકાઉન્ટ ફ્રીઝ થયા છે તે યોગ્ય પુરાવા રજૂ કરી ફરી ચાલુ કરાવી શકે છે,
સાયબર ક્રાઇમ ફરીયાદના આધારે જેમને પણ એવું લાગતુ હોય કે તેમના એકાઉન્ટ ભુલથી ફ્રીઝ ક૨વામાં આવ્યા છે, તેઓ સાયબ૨ ક્રાઇમમાં તેમની બીનસંડોવણી દર્શાવતા યોગ્ય પુરાવા સાથે આગળ આવે જે એકાઉન્ટ એક પછી એક કેસના આધારે સમીક્ષા કરી ત્યા૨બાદ અનફ્રીઝ કરવામાં આવશે.
ગુજરાત પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલીસીમાં સુઘારો કરવામાં આવ્યો છે. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્ક્સ ૨કમને જ ફ્રીઝ કરાશે જેથી આવા કિસ્સા માં જો કોઈ નું એકાઉન્ટ ભૂલ થી ફ્રીઝ થાય તો તે માત્ર એક ચોક્કસ રકમ પૂરતું જ ફ્રીઝ કરવામાં આવશે જેથી કોઈ સમાન્ય વ્યક્તિ હોય તેઓને આવા સમયે કોઈ આર્થિક મુશ્કેલી નો સામનો ન કરવો પડે
અત્યાર સુધી 1 કરોડ ત્રીસ લાખ પરત અપાવ્યા: વલસાડ જિલ્લામાં અનેક સાઇબર ક્રાઈમના કિસ્સાઓ બનવા પામ્યા છે, ઓનલાઈન ટ્રાન્જેક્શન તેમજ મોબાઇલમાં થતા ફાઇબર ક્રાઇમ ફ્રોડ માં વલસાડ સાયબ૨ ક્રાઈમ દ્વારા ભોગ બનનાર અ૨જદા૨ને આજદીન સુધી કુલ એક કરોડ ત્રીસ લાખ રૂપિયા પરત અપાવ્યા છે. નામદાર કોર્ટ મારફતે 1 કરોડ 20 લાખ પરત કરવા ઓર્ડર કરી પરત આપવાની પ્રક્રિયા ચાલુ છે.
વલસાડમાં બનેલા નવા સાઇબર ક્રાઈમના ગુનામાં ફ્રીઝ થયેલા અને પરત કરવાના થતા રૂપિયા હાલ નામદા૨ કોર્ટ મારફતે નવા એક કરોડ વીસ લાખ રૂપિયાના ઓર્ડર કરાવેલ છે, જે ૫૨ત અપાવવાની પ્રક્રીયા હાલ ચાલુ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.