પોરબંદર: દેશભરમાં ડ્રગ્સ નો કાળો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે આ ડ્રગ્સની આવક ગુજરાતના દરિયાકિનારા પરથી થઈ રહી છે. દરિયાઈ માર્ગનો સહારો લઇ ડ્રગ્સ માફિયાઓ ભારત ભરમાં ડ્રગ્સ ઘુસાડતા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયા કિનારાના અલગ અલગ સેન્ટર ઉપરથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે તારીખ 17 જૂનના રોજ પોરબંદર પરથી પણ ડ્રગ્સના પેકેટો ઝડપાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગુજરાતનો દરિયો કિનારો હવે ડ્રગ માફિયા માટે હબ બની ગયો છે. વાત કરવામાં આવે પોરબંદરના દરિયા કિનારાની તો પોરબંદરના દરિયા કિનારે આગાઉ 86 કિલો હિરોઈન તથા 173 કિલોગ્રામ ચરસ પકડાતાની સાથે ડ્રગ્સ માફિયાઓની સક્રિયતા અંગે સુરક્ષા એજન્સીઓ પણ ચોકી ઉઠી હતી.
આ સિલસિલો ત્યારથી પૂર્ણ ન થતા ત્યારબાદ દ્વારકાના રૂપેણ બંદર પર બિન વારસી ડ્રગ્સનું પેકેટ ઝડપાયું હતુ. આ ઉપરાંત દ્વારકા, કચ્છ સહિત અન્ય સ્થળો પર થી પણ ડ્રગ્સના પેકેટ મળ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. પોલીસે પેકેટો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, ત્યારે પોરબંદરના ઓડદર ગામે પણ આજે સવારે ડ્રગ્સના બે થી ત્રણ પેકેટ મળ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સામે આવ્યું છે . પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, પરંતુ ટોટલ કેટલા પેકેટ મળ્યા છે અને કેટલી કિંમતના પેકેટ મળ્યા છે. આ અંગે હજુ સુધી પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં નથી. આગામી સમયે જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળી છે.