ETV Bharat / state

સેલવાસમાં મોબાઇલની દુકાન ચલાવતા યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ, યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો - Murder incident in Selvas - MURDER INCIDENT IN SELVAS

સેલવાસમાં મોબાઇલની દુકાન ચલાવતા યુવક પર અજાણ્યા ઈસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઇ છે. ઘટનામાં ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યારે, સમગ્ર ઘટના અંગે સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. Murder incident in Selvas

સેલવાસમાં મોબાઇલની દુકાન ચલાવતા યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ
સેલવાસમાં મોબાઇલની દુકાન ચલાવતા યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 7:09 PM IST

સેલવાસમાં મોબાઇલની દુકાન ચલાવતા યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ (Etv Bharat Gujarat)

સેલવાસ: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં ગત રાત્રે એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરીંગ કરનારા અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘાયલ થયેલ વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. છાતી અને સાથળના ભાગે તેમને ગોળી વાગી છે. હાલમાં સારવાર બાદ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ સેલવાસના મેરીગોલ્ડ સામે આવેલ સોની મોબાઈલ નામની દુકાનમાં આનંદ શેઠ નામનો યુવક મોબાઇલના લે-વેચનું અને રીપેરીંગનું કામ કરે છે. જે ગત રાત્રે 11:00 થી 11:30 વચ્ચે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જવા નીકળ્યો હતો.

સેલવાસમાં યુવક પર અચાનક 2 રાઉન્ડ ફાયરિંગ
સેલવાસમાં યુવક પર અચાનક 2 રાઉન્ડ ફાયરિંગ (ETV BHARAT Gujarat)

સમગ્ર ઘટના: સેલવાસના દાંડુલ ફળિયા ચાર રસ્તા પાસે બે અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા તે બાઇક પરથી ઘાયલ અવસ્થામાં નીચે ગબડી પડ્યો હતો. ઘટનાની જાણકારી યુવકના પરિવારને થતા યુવકનો પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તેઓએ પોતાના બાઈક પર બેસાડી યુવકને સેલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

યુવક સ્વસ્થ થયો કે નહીં?: ઘટના અંગે પોલીસને પણ જાણકારી આપતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ યુવકને છાતી અને સાથળના ભાગે એમ બે ગોળી વાગી હોય તે સારવાર હેઠળ છે. પરંતુ તે સ્વસ્થ હોવાનું તબીબો એ જણાવ્યું છે. જ્યારે આ ઘટનામાં કોણે શા માટે યુવક પર ફાયરિંગ કર્યું છે. અજાણ્યા ઈસમો કોણ હતાં? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘાયલ યુવકના પરિવારે જણાવ્યું હતું કે, તેમને કોઈના ઉપર શંકા નથી. ઘટના કઈ રીતે બની છે તે તેમને ખબર નથી. પોલીસે તપાસમાં જે બહાર આવશે તે બાદ જ સંપૂર્ણ વિગતો જાણવા મળશે. યુવક પર ફાયરિંગની ઘટનાને લઈ સેલવાસમાં ચકચાર મચી ગઇ છે.

  1. પોરબંદર શહેરમાં એક યુવાનને રોમિયોગીરી કરી, ધોલાઇનો વિડીઓ વાઇરલ - molest two women in Porbandar
  2. TRP ગેમઝોન કાંડના જમીન માલિકોની જામીન અરજીની સુનાવણી 4 જુલાઈના રોજ થશે - the TRP Game zone scandal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.