ETV Bharat / state

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતથી ઉહાપોહ, લોકોએ કરી તોડફોડ - KHYATI HOSPITAL ON AHMEDABAD

અમદાવાદના SG હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. મળતી માહિતી મુજબ 19 લોકોની પરવાનગી વગર એન્જિયોગ્રાફી કરી દેતા 2 લોકોના મોત થયા છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતથી ઉહાપોહ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતથી ઉહાપોહ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 1:21 PM IST

Updated : Nov 12, 2024, 2:45 PM IST

અમદાવાદ: એસજી હાઇવે ઉપર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ વિવાદના ઘેરામાં આવી છે. કેમ કે, 19 જેટલા લોકોના તેમની પરવાનગી વગર એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હોવાથી 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હાલ બીજી બાજુ 5 જેટલા લોકો હાલ વેન્ટિલેટર પર છે.

10 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યો ફ્રી કેમ્પ: સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, કડી તાલુકાના બોરીસણા ગામમા ખ્યાતિ હોસ્પિટલ તરફથી એક ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ ફ્રી ચેકઅપ કેમ્પમાં 80 થી 90 લોકોની તપાસ કરવામાં આવી હતી.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતથી ઉહાપોહ (Etv Bharat gujarat)

19 લોકોને ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા: બોરીસણા ગામના 19 લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી 2 દર્દીના મોત નિપજ્યા છે. પરિવારના લોકોના જણાવ્યા પ્રમાણે અગાઉ તેમને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. માત્ર ચેકઅપ માટે બોલાવવામાં આવ્યા હતા અને કોઈ પણ પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી.

PMJAY યોજનામાંથી રુ. 1 લાખ 28 હજાર કપાયા: સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ: આ ઘટનાની જાણ થતા ગામના લોકો અને સરપંચ સહિતના લોકો હોસ્પિટલ ખાતે આવ્યા હતા, ત્યારે હોસ્પિટલનો કોઈ સ્ટાફ અને ડોક્ટર તમને મળવા તૈયાર નહોતો. ત્યારે રોષે ભરાયેલા મૃતકના સગાસંબંધીઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવેલી હતી. આ સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વિટ કરીને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

ફરિયાદ હેલ્થ વિભાગમાં સ્વીકારવામાં આવશે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી દ્વારા ઘટનાની મુલાકાત લેવામાં આવી હતી. તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે, સમગ્ર ઘટના પર AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, ગામના સભ્યોને પરિવારજનોની ફરિયાદ હેલ્થ વિભાગમાં સ્વીકારવામાં આવશે અને પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીનું ટ્વીટ: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

મેનેજમેન્ટ સાથે કોઇ વાત નથી થઇ: ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, હાલમાં હાજર ગામના લોકોની લેખિતમાં રજૂઆત લેવામાં આવશે અને હોસ્પિટલના મેનેજમેન્ટને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલ સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે કોઈ વાત થઈ નથી. અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. તેની માહિતી લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ભાવિન સોલંકી દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, નિયમ એમ છે કોઈપણ વ્યક્તિનું ઓપરેશન થાય તેના સંબંધીને પૂછ્યા વિના ના કરી શકાય. મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કર્યા બાદ તમામ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ પ્રમુખનું ટ્વીટ: કડીના ૭ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મૃત્યુ, ૫ દર્દી ICUમાં હોવાના દુઃખદ સમાચાર છે. કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ ૧૯ લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી ૭ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી અને તેમાંના બે દર્દીના મોત થઈ ગયા છે અને ૫ દર્દી હાલ ICUમાં દાખલ છે. ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે. ૨૦૨૨માં પણ ૩ દર્દીને સ્ટેન્ટ મુકતા એકનું મોત થયું હતું. જો એ સમયે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી હોત અને આ હોસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત. પરિવારજનો સાથે અમારી સંવેદના.

આ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે: DCP નીતા દેસાઈ જણાવ્યું હતું કે, 2 લોકોના મોત થયા છે. તે મામલે તપાસ ચાલુ છે, રવિવારે કેમ્પનું આયોજન બોરીસણા ગામે કરવામાં આવ્યું હતું. તેમાં હોસ્પિટલ તરફથી જેમને વધારે સારવારની જરૂર હતી. તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા: આ દરમિયાન 2 વ્યક્તિ મહેશ બારોટ અને નારણભાઈનું મોત થયું હતું. આ ઘટના મામલે પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી કરવામાં આવી છે અને ઘટના પાછળનું કારણ શું છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે, હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત થયા મુજબ તપાસ ચાલુ છે. અગત્યની વાત એ છે કે, હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. દિવાળી બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો, મચ્છરજન્ય રોગો ઘટ્યા તો રેસ્પિરેટરી રોગો વધ્યા

Last Updated : Nov 12, 2024, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.