ETV Bharat / state

ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ, ગોંડલ મહારાજાને ભાવાંજલી અર્પણ કરાઈ - BIRTH ANNIVERSARY OF GONDAL KING

રાજકોટના ઉપલેટા ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજી બાપુની 159 મી જન્મજયંતી નિમિતે ઉપલેટા શહેર અને આસપાસના પંથકના આગેવાનો, અગ્રણીઓએ સાથે મળીને ઉજવણી કરવામાં આવી છે.

ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ
ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 3:37 PM IST

રાજકોટ: ગોંડલ સ્ટેટના યશસ્વી મહારાજા સાહેબ જેમને 'ભગા બાપુ' થી જેને સૌ કોઈ ઓળખે છે. તેવા ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજાનો 24 ઓક્ટોમ્બરના રોજ જન્મદિવસ હોવાથી ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ઉપલેટા શહેર તેમજ તાલુકા પંથકના આગેવાનો, અગ્રણીઓએ સાથે મળીને મહારાજા સાહેબની પ્રતિમાને તેમજ તસવીરને હારતોરા કરીને ઉજવણી કરી છે. ત્યારે આ પ્રસંગે સૌ કોઈ ઉપસ્થિત રહેમાનો, આગેવાનો, અગ્રણીઓએ મહારાજા સાહેબની તમામ કામગીરીઓ અને કાર્યકાળને બિરદાવી અને તેમની યાદોને તાજા કરી છે.

ગોંડલ નરેશે શું અભ્યાસ કર્યો હતો: રાજકોટની રાજકુમાર કૉલેજમાં 1887, સ્કોટલૅન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડૉકટરી અભ્યાસ) 1890, એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી. 1895, એડિનબરો રોયલ કૉલેજમાંથી એફ.આર.સી.પી. અને એમ.ડી આયુર્વેદના સંક્ષિપ્ત કરેલ અને ઇતિહાસની શોધખોળ માટે પણ તેઓ જાણીતા હતા ત્યારે આ મહારાજા ભગવતસિંહજીને સૌ કોઈ ગોંડલ બાપુ તેમજ ભગા બાપુ નામથી ઓળખે છે.

ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ (Etv Bharat gujarat)

ભગવતસિંહજીએ ભગવતગોમંડલની રચના કરી: ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અથવા મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેઓ તેમના પ્રજાકલ્યાણના કાર્યો તેમજ ભગવદગોમંડલના નિર્માણ માટે જાણીતા છે. ગોંડલ રાજ્યના પ્રજાકલ્યાણના અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન, ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો 2,81,370 શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવતગોમંડલ’-ભાગ 1 થી 9 વર્ષ 1944-1946 માં તેઓએ તૈયાર કર્યો છે.

ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ
ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ (Etv Bharat gujarat)

મહારાજા સાહેબે લોકોપયોગી કાર્યો કર્યા: મહારાજા ભાગવતસિંહજીનો 25 ઑગસ્ટ 1884 ના રોજ રાજ્યાભિષેક થયો હતો. જે બાદ તેમણે તેમના રાજમાં પ્રજા માટે અનેક કાર્યો કર્યા હતા. જેમાં ખાસ કરીને કરોડો રૂપિયાના લોક ઉપયોગી કાર્યો, પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ, ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાય છે. આ ઉપરાંત ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી વિતરણ, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલા હતા. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર, કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી રાજ્યની દીકરીઓને શિક્ષિત કરવાનું ખાસ કાર્ય કર્યું હતું જે શાળા આજે પણ હયાત છે.

ગોંડલ રાજ્યના કાર્યોમાં પોતે ધ્યાન રાખતા હતા: ગોંડલ રાજ્યના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વાવવામાં આવ્યા હતાં, પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા હતા. ભગવદગોમંડલના કુલ 9 દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ કર્યો હતો. ગોંડલ સ્ટેટમાં થતા તમામ કામો અને કાર્યોમાં મહારાજા સાહેબ ખુદ વ્યક્તિગત રીતે દેખરેખ રાખતા હતા. તમામ કામની ખુદ ચકાસણી કરીને ધ્યાન આપીને વિગતવાર થતા કામની વિસ્તૃત વિગતો મેળવતા હતા અને લોક ઉપયોગી કાર્યમાં હંમેશા સતત ખડે પગે રહેતા હતા. જેના પરિણામે આજે પણ તેમના બનાવેલા રસ્તાઓ, ઇમારતો અડીખમ ઊભા છે.

આજે પણ લોકો મહારાજને યાદ કરે છે: ગોંડલ સ્ટેટના યશસ્વી મહારાજા સાહેબ ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાને જન્મદિવસની શુભેચ્છાઓને શુભકામનાઓ પાઠવી ભાવવંદના સાથે ગોંડલ સ્ટેટની તમામ પ્રજા આજે પણ ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીના કરેલા કાર્યોને વાગોળે છે અને તેમના આકરા નિયમો અને કાયદાઓને સુખદ રીતે અનુભવે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે રહે છે.

ઓક્ટ્રોઇ નાબૂદ કરનારું ગોંડલ પ્રથમ રાજ્ય: સમગ્ર ભારત દેશમાં ઓક્ટ્રોઈ નાબૂદ કરનાર આ પ્રથમ રાજ્ય હતું. જ્યાં ઓક્ટ્રોઈ નાબૂદ કરવામાં આવી હતી. સામાન્ય રીતે બજેટમાં આપણા રાજાઓ કરવેરા વધારતા રહે છે. વર્તમાન સમયમાં 28% આકરો જીએસટી છે. ત્યારે ગોંડલ રાજ્ય કરવેરા વિહીન રાજ્ય હતું. જેમાં ક્રમશ: 36 જાતના કરવેરા નાબૂદ કરી દીધા હતા. છતાં પણ ગોંડલ સ્ટેટના દરેક ગામમાં વીજળી, શાળાના બિલ્ડીંગો, કુવાઓ, અવેડાઓ, આકર્ષક પ્રવેશદ્વાર જેવા વિવિધ કામો કર્યા છે અને સાથે જ તેમના રાજ્યમાં ખાસ ટેલીફોનિક સવલત પણ તેમને શરૂ કરાવી હતી. આ ઉપરાંત ગોંડલમાં 2 બિલ્ડીંગ એવી બનાવી છે. જે લંડનની થેમ્સ નદીના કાંઠે છે. એવા જ હેરો અને ઈટલી પ્રતિકૃતિ સમાન બિલ્ડીંગ સંગ્રામસિંહજી હાઇસ્કુલ અને મોંઘીબા ગર્લ્સ સ્કુલના બિલ્ડીંગો છે. જે આજે ગોંડલમાં ગોડલી નદીના કાંઠે જોવા મળે છે.

સરકારી કામના વિલંબે કર્મચારીઓ પાસે દંડ વસૂલાતો: ગોંડલ સ્ટેટના રાજ્યની અંદર ચાલી રહેલા કામ અને કાર્યવાહીમાં જ્યારે પણ વિલંબ થાય. ત્યારે કર્મચારીઓ પર આકરા પગલાં લેવામાં આવતા હતા અને સરકારી કામના વિલંબ બદલ કર્મચારીને દંડ પણ ભરવો પડતો હતો. જે બદલ જે તે સમયે એક દિવસનો આનો એટલે કે છ પૈસા તલબાનો એમના પગારમાંથી વસૂલી કરવામાં આવતો હતો. આ રાજ્યમાં પણ આઝાદી પેલા પણ નાગરિકો રાજ્યની કોઈપણ માહિતી માગી શકતા હતા. તેમજ સત્તાને પણ સવાલ કરી શકતા એવા નિયમો અને કાયદાઓ પણ બનાવ્યા હતા. ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજીને કોઈ પણ વ્યક્તિ મળવા માટે આવી શકતા હતા. કોઈપણ નાગરિક રાજ્યની કચેરીમાં બેધડક આવી પણ શકતો અને રાજદરબારમાં રજૂઆત કરી શકતો હતો.

રાજ્યમાં જ યુવાઓને નોકરી અપાતી હતી: ગોંડલ સ્ટેટમાં અભ્યાસ કરનાર દરેક વિદ્યાર્થીઓને ભણતર પૂર્ણ થયા બાદ તુરંત જ ગોંડલ રાજ્યમાં જ નોકરી આપી દેવામાં આવતી હતી. જેમાં રહેવા માટે 400 વાર જમીનનો પ્લોટ પણ ફાળવવામાં આવતો હતો. જેની કિંમત નોકરી કરનારના પગારમાંથી ધીમે-ધીમે વસૂલાત કરવામાં આવતી હતી. તેમને ખાસ સવલત પૂરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત ગોંડલ રાજ્યમાં લોકોને રોજગારી મળે તે માટે રાજ્યમાં રોજગારીની તકો પણ ભગવતસિંહના શાસનકાળની અંદર ખૂબ સુંદર રીતે ઊભી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. અમરેલીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યાનો મામલો, પોલીસે 7 આરોપીઓ ઝડપી લીધા
  2. પોરબંદરમાં અહીં બનશે રાજકોટ જેવું અટલ સરોવર, શહેરના વિકાસ માટે લેવાયા અન્ય પણ નિર્ણયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.