ગાંધીનગર: મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર્સ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સ પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ કોર્સગાર્ડ, આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્યના તમામ વિભાગીય સચિવ સાથે મીટીંગ કરી હતી. જે જિલ્લાઓમાં વધુ વરસાદ પડ્યો છે તે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વાત કરી છે. બે દિવસ સુધી વરસાદ પ્રભાવી જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શું કહે ઠે આલોક પાંડેઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે રાજ્યમાં આ સીઝનનો સરેરાશ 102 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત 90 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સો ટકાથી વધુ વરસાદ પડી ગયો છે.
23000 થી વધુ લોકોનું સ્થળાંતરઃ તેમને વધુમાં જણાવ્યું કે આ સિઝનમાં 23,871 લોકોનું વરસાદને કારણે સ્થળાંતર થયું છે. 1696 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 6440 લોકોનું સ્થળાંતર થયું છે. સ્થળાંતરિત લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લાં 3 દિવસમાં 318 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. દ્વારકા, જામનગર અને વડોદરામાં એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની મદદથી એરલીફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં 15 લોકોને એરલીફટ કરાયા છે. છેલ્લા 3 દિવસમાં 15 ના મોત થયા છે. સાત આઠ લોકોના મકાન પડવાથી મોત થયા છે. જ્યારે બે લોકોના વૃક્ષો ધરાશાહી થવાથી મોત નિપજ્યા છે. બાકીના લોકોના તણાઈ જવાથી મોત થયા છે. આ સીઝનમાં અત્યાર સુધી કુલ 112 ના મોત નોંધાયા છે. એનડીઆરએફની તમામ 15 ટીમને વિવિધ જિલ્લાઓમાં તેનાત છે. અમુક જિલ્લામાં ડેમ ઓવરફ્લો થતા આર્મીની મદદ લીધી છે. સેનાની 6 ટિમ ગુજરાતમાં તૈનાત છે. જામનગરમાં એર ફોર્સ દ્વારા બે રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે.