ગાંધીનગરઃ બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે.
MBBSના અભ્યાસ માટે ગયા હતાઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાનની આ સૂચનાઓના પગલે NRG ફાઉન્ડેશનને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-9978430075 જાહેર કર્યો છે. એટલું જ નહિં આવા વિદ્યાર્થીઓના વાલી અને પરિવારજનો તેમના પાલ્યની વિગતો આપી શકે તે માટે nrgfoundation@gujarat.gov.in Email ID પર પણ વિગતો મંગાવવાનું શરૂ કર્યુ છે.
14 વિદ્યાર્થીઓ વતન પરત ફર્યાઃ રાજ્ય સરકારના આ પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે વિદ્યાર્થીઓના વાલી-પરિવારજનોએ NRG ફાઉન્ડેશનનો સંપર્ક કરીને વિગતો આપી હતી. આ વિગતોના અનુસંધાને NRG ફાઉન્ડેશને ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને જે 25 જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક થયો હતો તેમને ગુજરાત લાવવાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. આ ફળદાયી પ્રયાસોના પરિણામે હાલ ભરૂચ જિલ્લાના-7, અમદાવાદ અને ભાવનગરના-2 તથા અમરેલી અને મહેસાણા તથા પાટણના 1-1 એમ કુલ-14 વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવી ગયા છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની વ્યવસ્થાઓ હાથ ધરી છે.
હેલ્પલાઈન જાહેરઃ વિદેશ મંત્રાલયયે બાંગ્લાદેશમાં કોઈ પણ મદદ કે તાત્કાલિક જરૂરિયાત જણાય તો બાંગ્લાદેશ સ્થિત ભારતીય હાઈકમિશનર અને આસિસ્ટન્ટ હાઈકમિશનરના 24 કલાક સંપર્ક માટેના નંબરો જાહેર કર્યા છે.
* High Commission of India, Dhaka
+880-1937400591 (also on WhatsApp)
* Assistant High Commission of India, Chittagong
+880-1814654797/+880-1814654799 (also on WhatsApp)
* Assistant High Commission of India, Rajshahi
+880-1788148696 (also on WhatsApp)
* Assistant High Commission of India, Sylhet
+880-1313076411 (also on WhatsApp)
* Assistant High Commission of India, Khulna
+880-1812817799 (also on WhatsApp)