ગાંધીનગર: રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના (ચાંદીપુરા શંકાસ્પદ) કુલ ૧૨૪ કેસો મળી આવ્યા છે. જે પૈકી સાબરકાંઠા-૧૨, અરવલ્લી- 09, મહીસાગર-૦૨, ખેડા-૦૬, મહેસાણા-૦૭, રાજકોટ-૦૫, સુરેન્દ્રનગર-૦૪, અમદાવાદ કોર્પેરેશન-૧૨, ગાંધીનગર-૦૬, પંચમહાલ-૧૫, જામનગર-૦૬, મોરબી-૦૫, ગાંધીનગર કોર્પોરેશન-૦૩, છોટાઉદેપુર- ૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૬, નર્મદા-૦૨, બનાસકાંઠા-૦૫, વડોદરા કોર્પોરેશન-૦૨, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોર્પોરેશન-૦૪, કચ્છ-૦૩, સુરત કોર્પોરેશન-૦૨, ભરૂચ-૦૩, અમદાવાદ- ૦૧ તેમજ જામનગર કોર્પોરેશન-૦૧ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.
ક્યાંથી મળ્યા પોઝીટીવ કેસ: આ તમામ પૈકી સાબરકાંઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૧, ખેડા-૦૩, મહેસાણા-૦૪, રાજકોટ-૦૧, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પોરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૬, જામનગર-૦૧, મોરબી- ૦૧, દાહોદ-૦૧, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોર્પોરેશન-૦૧ તેમજ કચ્છ-૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ-૩૭ કેસ પોઝીટીવ મળી આવ્યાં છે.
44 દર્દીઓએ જીવ ગુમાવ્યો: રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ૧૨૪ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-03, મહીસાગર-૦૨, ખેડા-૦૨, મહેસાણા-૦૨, રાજકોટ-૦૩, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પોરેશન-૦૪, ગાંધીનગર-૦૨, પંચમહાલ-૦૫, જામનગર-૦૨, મોરબી-૦૩, ગાંધીનગર કોર્પોરેશન-૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૧, બનાસકાંઠા-૦૩, વડોદરા કોર્પોરેશન-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, સુરત કોર્પોરેશન-૦૧ તેમજ જામનગર કોર્પોરેશન-૦૧ એમ કુલ-૪૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના ૫૪ દર્દી દાખલ છે તથા ૨૬ દર્દીઓને રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગની કામગીરી: આ ઉપરાંત રાજસ્થાનના કુલ-૦૬ કેસો જેમાં-૦૫ દર્દી દાખલ છે, તેમજ-૦૧ દર્દીનું મૃત્યું થયેલ છે, તથા મધ્યપ્રદેશનાં 2 દર્દી દાખલ છે. જ્યારે મહારાષ્ટ્રનો 1 દર્દી દાખલ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૧,૨૧૧ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઇંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમાં વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યું છે.