નવી દિલ્હી: પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બુધવારે યુટ્યુબ ચેનલ ખોલી અને 90 મિનિટની અંદર યુટ્યુબ પર સૌથી ઝડપી 1 મિલિયન સબસ્ક્રાઇબર્સ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
90 મિનિટમાં 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ
બુધવાર, 21 ઓગસ્ટના રોજ, રોનાલ્ડોએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી અને તરત જ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી લીધું. તેની ચેનલ શરૂ કર્યાની માત્ર 90 મિનિટની અંદર, રોનાલ્ડોએ YouTube પર 1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવી લીધા. આ સાથે તેણે સૌથી ઝડપી સબ્સ્ક્રાઇબર્સ મેળવવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેના ચાહકોએ પડદા પાછળનું તેનું અંગત જીવનને નિહાળવા માટે તરત જ સબ્સ્ક્રાઇબ કરવાનું શરૂ કરી દીધું.
A present for my family ❤️ Thank you to all the SIUUUbscribers! ➡️ https://t.co/d6RaDnAgEW pic.twitter.com/keWtHU64d7
— Cristiano Ronaldo (@Cristiano) August 21, 2024
કુલ સબ્સ્ક્રાઇબર 1.5 કરોડને પાર…
તેની ચેનલ શરૂ કર્યાના એક દિવસની અંદર જ, ફૂટબોલરની ચેનલે 15 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને વટાવી દીધા છે. ફૂટબોલ સ્ટારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની યુટ્યુબ ચેનલ શરૂ કરવાની જાહેરાત કરી, જ્યાં તેના ઘણા ફોલોઅર્સ છે. રોનાલ્ડોના X પ્લેટફોર્મ પર 112.6 મિલિયન ફોલોઅર્સ, ફેસબુક પર 170 મિલિયન ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 636 મિલિયન ફોલોઅર્સ છે.
સોશિયલ મીડિયા થકી યુટ્યુબ ચેનલની કરી જાહેરાત
રોનાલ્ડોએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, 'પ્રતીક્ષા પૂરી થઈ. મારી @YouTube ચેનલ આખરે અહીં છે! સબ્સ્ક્રાઇબ કરો અને મારી આ નવી સફરમાં જોડાઓ. તેણે પોતાની ચેનલનું નામ 'UR Cristiano' રાખ્યું છે. પોર્ટુગલના વતની 39 વર્ષીય રોનાલ્ડોનો પહેલો વીડિયો 13 કલાકની અંદર 7.95 મિલિયન લોકોએ જોયો હતો. લાખો લોકો દર કલાકે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રહ્યાં છે. તે રેકોર્ડ બનાવી રહ્યો છે. થોડા જ કલાકોમાં તેણે યુટ્યુબનું ગોલ્ડન બટન પણ હાંસલ કરી લીધું છે.
The wait is over 👀🎬 My @YouTube channel is finally here! SIUUUbscribe and join me on this new journey: https://t.co/d6RaDnAgEW pic.twitter.com/Yl8TqTQ7C9
— Cristiano Ronaldo (@Cristiano) August 21, 2024
અત્યાર સુધીના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક, રોનાલ્ડો હાલમાં સાઉદી પ્રો લીગમાં અલ નાસર માટે રમે છે. તેણે તાજેતરમાં યુરો 2024માં ભાગ લીધો હતો, પરંતુ તે તેની ટીમને ટાઈટલ સુધી લઈ જઈ શક્યો નહોતો. ફૂટબોલરે પહેલા જ જાહેરાત કરી હતી કે યુરો ચેમ્પિયનશિપમાં આ તેની છેલ્લી ભાગીદારી હશે.
તે શારીરિક રીતે ફિટ હોવા છતાં ગોલસ્કોરર તરીકે તેની કુદરતી ક્ષમતા ઓછી થઈ ગઈ છે. આ તેમના યુરોપિયન અભિયાનમાં સ્પષ્ટ હતું, જ્યાં તેઓ બોક્સની અંદરથી મહત્વપૂર્ણ ગોલ કરવા માટે સંઘર્ષ કરતો હતા. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જો એકવાર તે નિવૃત્તિ લેશે, તો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જશે.