નવી દિલ્હી: કુસ્તીબાજ બજરંગ પુનિયાએ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા કરવામાં આવેલા સસ્પેન્શનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. બજરંગ પુનિયા ઓક્ટોબરમાં યોજાનારી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માંગે છે અને NADAનો નિર્ણય તેને આ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા અટકાવે છે. હકીકતમાં, માર્ચમાં સોનીપતમાં ટ્રાયલ દરમિયાન, બજરંગે તેના પેશાબના નમૂના આપવાનો ઇનકાર કર્યો હતો. ના પાડ્યા બાદ નાડાએ કાર્યવાહી કરી અને બજરંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
બજરંગ પુનિયા પર શું છે પ્રતિબંધ?: નાડાએ બજરંગને મોકલેલી નોટીસમાં કહ્યું હતું કે, તમને ડોપ ટેસ્ટ માટે યૂરીન સેમ્પલ આપવા કહ્યું હતું, પરંતુ તમે સેમ્પલ આપવાની ના પાડી હતી. જ્યા સુધી નાડા એક્સપાયરી કિટના મુદ્દે તમને જવાબ નહી આપે ત્યાં સુધી તમે સેમ્પલ નહી આપો, નાડાએ 21 જૂનના રોજ નેશનલ ડોપિંગ વિરોધી નિયમો 2.3ના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને બજરંગ પૂનિયાને અસ્થાઇ રુપે સસ્પેન્ડ કરી દીધો હતો.
બજરંગે યુરિન સેમ્પલ આપવાની ના નથી પાડી: બજરંગે પોતાના વકીલ વિદુષ્પત સિંઘાનિયા મારફત દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, અલ્બેનિયામાં 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાવા જઈ રહી છે જેમાં તે ભાગ લેવા માંગે છે. જો NADAનો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો તે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. અરજીમાં માંગ કરવામાં આવી છે કે બજરંગ પુનિયા પરનો પ્રતિબંધ હટાવવા માટે NADAને માર્ગદર્શિકા જારી કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બજરંગે ક્યારેય તેના યુરિન સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો નથી પરંતુ તે એક્સપાયર થયેલી કિટ પર નાડાનો જવાબ માંગી રહ્યો હતો.
આ પણ જાણો: