નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહે મંગળવારે યોજાયેલી બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF)ના સીઈઓ કેટી સેડલેરને CGF 2026માં કુસ્તીને સત્તાવાર રીતે સામેલ કરવા વિનંતી કરી છે.
સંજય સિંહે IANSને કહ્યું કે, 'અમે CGFના CEOને કોમનવેલ્થ ગેમ્સ 2026માં કુસ્તીનો સમાવેશ કરવા વિનંતી કરી છે. જોકે તેની સંભાવના 50-50 છે. સ્કોટલેન્ડે સૂચવ્યું છે કે તેઓ માત્ર 10 રમતોનું આયોજન કરશે. અમે ફક્ત સારા પરિણામોની આશા રાખી શકીએ છીએ.
ફેડરેશનના નિર્ણયથી કુસ્તીબાજો હેરાન: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સૌથી સફળ રમત પૈકીની એક કુસ્તી આગામી આવૃત્તિમાં રમતોની યાદીમાંથી દૂર કરવામાં આવી હતી. ફેડરેશનના આ નિર્ણયથી વિશ્વભરના કુસ્તીબાજોને હેરાન કરી દીધા હતા. 114 મેડલ (49 ગોલ્ડ, 39 સિલ્વર અને 26 બ્રોન્ઝ) સાથે આ ગેમ્સના ઈતિહાસમાં કુસ્તીમાં બીજા નંબરનો સૌથી સફળ દેશ ભારત આ પગલાને મોટો ફટકો માને છે. ખાસ કરીને જ્યારે તેના કુસ્તીબાજોએ બર્મિંગહામમાં યોજાનારી 2022ની ગેમ્સમાં 6 ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના રોડમેપનો ભાગ: 2026ની રમતો માટેની રમતોની સૂચિમાંથી કુસ્તીને દૂર કરવી એ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના 2026-30ના રોડમેપનો એક ભાગ છે, જે યજમાન દેશોને વધુ રમતોનો સમાવેશ કરવાનો અવકાશ આપે છે. ગોલ્ફ, BMX અને કોસ્ટલ રોઇંગ જેવી નવી રમતોને 2026ની ગેમ્સમાં સામેલ કરવાની હતી, જેનું આયોજન ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ કરવાનું હતું, પરંતુ તેણે તેની યોજનાઓ રદ કરી હતી.
ભારત કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાં બીજો સફળ દેશ: 1930 પછી પ્રથમ વખત કુસ્તી કોમનવેલ્થ ગેમ્સનો ભાગ નહીં હોય, જ્યારે તીરંદાજી અને જુડો જેવી અન્ય રમતોને પણ તેમાંથી બહાર રાખવામાં આવી છે. તેનાથી વિપરીત, શૂટિંગ, જે ભારતમાં મજબૂત ઇતિહાસ ધરાવે છે, તે 2022 માં પડતી મૂક્યા પછી રમતોમાં પરત ફરશે. ભારત કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાં બીજો સૌથી સફળ દેશ છે, જેણે 135 મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા 171 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2022માં જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 2026 કોમનવેલ્થ ગેમ્સ 17 થી 29 માર્ચ, 2026 દરમિયાન યોજાશે.
આ પણ વાંચો: