હૈદરાબાદ: માસ્ટર બ્લાસ્ટરના નામથી વિશ્વવિખ્યાત સચિન તેંડુલકર ક્રિકેટ જગતના એક મહાન ખેલાડી છે, જે પોતાની બેટિંગથી વિરોધી ટીમનો પરસેવો પાડી દેતા. ક્રિકેટમાં બેટ્સમેનમાં એવો કોઈ રેકોર્ડ નથી જે સચિનના નામે ન હોય. આજે પણ ક્રિકેટ ઈતિહાસના પાનામાં તેંડુલકરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.
Did you know: Sachin Tendulkar played for Pakistan before making his debut for India?
— Nibraz Ramzan (@nibraz88cricket) June 20, 2024
Sachin Tendulkar made his India debut in 1989 as a 16-year-old, but his first taste of playing with international cricketers came two years before in 1987 during an exhibiting match between… pic.twitter.com/1KyLGvgEmV
દરેક વ્યક્તિ જાણે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વના એકમાત્ર બેટ્સમેનથી લઈને 100 સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર હોવાનો રેકોર્ડ સચિનના નામે છે. પરંતુ સચિન તેંડુલકર વિશે એક વાત છે જે ઘણા લોકો નથી જાણતા. ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરતા પહેલા સચિને પાકિસ્તાનની ટીમ તરફથી મેચ રમી હતી, આ આશ્ચર્યજનક છે પરંતુ આ સત્ય છે.
સચિન તેંડુલકર પાકિસ્તાન તરફથી રમ્યા હતા:
બધા જાણે છે કે સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરે એટલે કે 1989માં પાકિસ્તાન સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ પહેલા તે 13 વર્ષની ઉંમરે પાકિસ્તાનની ટીમમાં રમી ચૂક્યો હતો. 1987માં, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI)ની સુવર્ણ જયંતિના ભાગરૂપે, બંને ટીમો વચ્ચે મૈત્રીપૂર્ણ મેચ તરીકે ટેસ્ટ અને ODI શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માટે ભારતના પ્રવાસે આવેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમે 20 જાન્યુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત સાથે વોર્મ-અપ મેચ રમી હતી. પરંતુ લંચ બ્રેકના કારણે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર લંચ માટે હોટલમાં ગયા હતા. મેચ શરૂ થઈ છતાં તે મેદાનમાં આવ્યો ન હતા.
જેના કારણે પાકિસ્તાનને ફિલ્ડરની અછતનો સામનો કરવો પડ્યો હતો. આવા સમયે પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાને ભારતને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે કોઈને મોકલવાની વિનંતી કરી હતી. આ સમયે બાઉન્ડ્રી લાઇનની નજીક આવેલા સચિનને પાકિસ્તાન તરફથી ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં મોકલવામાં આવ્યા હતા.
25 મિનિટ સુધી ફિલ્ડિંગ કરી:
સચિને પાકિસ્તાન તરફથી 25 મિનિટ સુધી ફિલ્ડિંગ કરી હતી. સચિન લોંગ ઓન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે સચિન તરફ બોલ માર્યો હતો પરંતુ સચિન બોલને પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. સચિન તેંડુલકરે પોતે તેની આત્મકથા 'ફ્લાઈંગ ઈટ માય વે'માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: