અમદાવાદઃ ગુરુવારે અમદાવાદના નરેદ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ ઇન્ડિયન વિમેન્સ ટીમે સરળતાથી જીતી હતી. ભારતની ટીમમાં હરમન પ્રીત ઇજાના કારણે રમી શકી ન હતી. રવિવારના દિવસે બપોરે શરૂ થનારી બીજી વન ડે મેચ અગાઉ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિમેન્સ ટીમની ઓલ રાઉન્ડર દીપ્તિ શર્માએ 'ટીમ ઉત્સાહમાં છે' કહી "રવિવારની મેચ જીતી શ્રેણી વિજય માટે પ્રયાસ કરીશું" તેવું કહ્યું હતું. ભારતીય ટીમની કેપ્ટન હરમન પ્રીત રવિવારની નિર્ણાયક મેચ રમી શકે કે નહીં એ અંગે ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે એમ જણાવ્યું હતું.
રન આઉટનો કોલ વિકેટ કીપરનો હતો
ગુરુવારે રમાયેલી વન ડે મેચમાં ન્યુઝીલેન્ડ કપ્તાનને દીપ્તિ શર્માએ Unusual રીતે રન આઉટ કર્યા અંગે શું કહેવું છે એવા ETV ભારતના પ્રશ્ન અંગે દીપ્તિ શર્માએ જણાવ્યું કે, રન આઉટનો કોલ વિકેટ કીપરનો હતો. અત્રે નોંધનીય છે કે ન્યુઝીલેન્ડ જ્યારે મેચમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું હતું ત્યારે દીપ્તિ શર્માની બોલિંગમાં ન્યુઝીલેન્ડ કપ્તાન રન લેવા આગળ આવી ઊભા રહ્યા અને દીપ્તિ શર્માએ વિકેટ કીપરે કહેતા બોલ થ્રો કર્યો અને ન્યુઝીલેન્ડ કપ્તાન અજાયબ રીતે રન આઉટ થતા ન્યુઝીલેન્ડ ટીમ ગેમમાં પછી આવી શકી નહીં, અંતે પહેલી વન ડે 57 રનથી હારી.
'કેર સિસ્ટર' સામે નવો વ્યૂહ
ન્યુઝીલેન્ડ ટીમમાં કેર સિસ્ટરથી ઓળખાતી બે બહેનો એ ગુરુવારની ઇન્ડિયા સામેની પ્રથમ મેચ કુલ 7 વિકેટો ઝડપી હતી. ETV BHARAT ના પ્રશ્નના જવાબમાં દીપ્તિ શર્માએ જણાવ્યું હતું કે, અમે કેર બહેનોના બોલિંગ આક્રમણ સામે નવી વ્યૂહથી રમી કાલે સારું પ્રદર્શન કરીશું.