બાર્બાડોસ (વેસ્ટ ઈન્ડિઝ): T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી ભારતે જીતી લીધી છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ગઈકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ, બ્રિજટાઉનમાં રમાઈ હતી. ભારતીય ટીમ 11 વર્ષના ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા તેનું પ્રથમ ICC ટાઇટલ જીતવા માટે આશાસ્પદ હતું. આ બંને ટીમો ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે, તેથી બંને ટીમો વચ્ચે કપરો મુકાબલો ખેલાયો હતો.
#WATCH रोहित शर्मा और विराट कोहली के टी-20 अंतरराष्ट्रीय क्रिकेट से संन्यास लेने पर BCCI अध्यक्ष रोजर बिन्नी ने कहा, " वे शानदार रहे हैं...उनकी जगह तुरंत किसी और को लाना बहुत मुश्किल होगा... उम्मीद है कि हमें कुछ अच्छे युवा क्रिकेटर मिलेंगे...यह आसान नहीं होगा..." pic.twitter.com/32J3Ew63xG
— ANI_HindiNews (@AHindinews) June 29, 2024
આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ભારતે આપેલા 177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રનમાં સમેટાઈ ગઈ હતી અને 7 રનથી મેચ હારી ગઈ હતી.
#WATCH बारबाडोस: रोहित शर्मा और विराट कोहली के टी20 अंतरराष्ट्रीय क्रिकेट से संन्यास लेने पर क्रिकेटर हार्दिक पांड्या ने कहा, " 2026 में अभी बहुत समय है...भारतीय क्रिकेट के दो दिग्गज इस जीत के पूरी तरह हकदार थे। इतने सालों तक उनके साथ खेलना अद्भुत रहा। हम सभी उन्हें याद करेंगे… pic.twitter.com/YlQTgf3jUL
— ANI_HindiNews (@AHindinews) June 29, 2024
આ મેચમાં હેનરિક ક્લાસેન (52) અને ડેવિડ મિલર (21) એ ભારતના હાથમાંથી લગભગ મેચ છીનવી લીધી હતી. જીતવા માટે દક્ષિણ આફ્રિકાને છેલ્લી 3 ઓવરમાં 18 બોલમાં 22 રન બનાવવાના હતા. આ પછી જસપ્રીત બુમરાહે 18મી ઓવરમાં 2 રન આપી માર્કો જેન્સેનની વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાને અંતિમ 12 બોલમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. આ પછી અર્શદીપ સિંહે 19મી ઓવરમાં 4 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા ઇનિંગની છેલ્લી ઓવર લાવ્યો હતો. આ ઓવરમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 6 બોલમાં 16 રનની જરૂર હતી.
ડેવિડ મિલર (21) હાર્દિકના પહેલા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી હાર્દિકે કાગીસો રબાડા (4)ને પણ પેવેલિયન મોકલી દીધો હતો. આ ઓવરમાં હાર્દિકે 8 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને ભારતને 7 રનથી જીત અપાવ્યું હતું.
આ સાથે ભારતે 2007 બાદ બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચ માટે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. કોહલીએ 76 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.
CHAMPIONS!
— Narendra Modi (@narendramodi) June 29, 2024
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆 pic.twitter.com/HhaKGwwEDt
પીએમ મોદીની ટીમ ઈન્ડિયાને શુભેચ્છા: ભારતની શાનદાર જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવતો સંદેશ લખ્યો છે.
Congratulations to Team India on a spectacular World Cup Victory and a phenomenal performance throughout the tournament!
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2024
Surya, what a brilliant catch! Rohit, this win is a testament to your leadership. Rahul, I know team India will miss your guidance.
The spectacular Men in… pic.twitter.com/lkYlu33egb
Congratulations Virat on an outstanding T20 career. You truly are signing off in grand style! pic.twitter.com/2fmud438C7
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2024
રાહુલ ગાંધીએ ટીમ ઈન્ડિયાની જીતને આવકારી: લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર ભારોભાર ખુશી વ્યક્તિ કરી છે અને ટીમ ઈન્ડિયાને શુભેચ્છા સાથે સમગ્ર દેશવાસીઓને આ જીતની શુભેચ્છા પાઠવી છે.