ETV Bharat / sports

શિખર ધવને ક્રિકેટને કહ્યું અલવિદા, 'ગબ્બર' ના વીડિયોથી ચાહકો થયા ભાવુક... - Shikhar Dhawan Announces Retirement

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવને આજે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ બાદ તેના ચાહકો ખૂબ ભાવુક થઈ ગયા હતા. તેની નિવૃત્તિની ખબર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાંચો વધુ આગળ…

શિખર ધવન
શિખર ધવન (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 24, 2024, 12:47 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના 'ગબ્બર' શિખર ધવને આજે સવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર આ માહિતી આપી. તેમની અચાનક નિવૃત્તિએ ચાહકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. ધવનના આ નિર્ણય બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અને તેના પ્રદર્શન અને તેની ઇનિંગ્સને ખૂબ યાદ કરી હતી.

આજે સવારે શિખર ધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો અને તેના તમામ ચાહકો અને લોકોનો આભાર માન્યો હતો, જેમણે તેની કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ધવને તેની વિડિયો પોસ્ટ પર લખ્યું, 'મારી ક્રિકેટ સફરના આ પ્રકરણને સમાપ્ત કરતી વખતે, હું મારી સાથે અગણિત યાદો લઈને જય રહ્યો છું. તમારા સૌનો આટલો પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ.

એક યુઝરે પોતાની પોસ્ટ પર લખ્યું, "મારા બાળપણને ખાસ બનાવવા માટે આભાર. તમે હંમેશા મારા ક્રિકેટ પ્રેમનો મહત્વનો ભાગ રહ્યા છો અને રહેશો. ગબ્બર, તમારા જીવનની આગળની પળો માટે તમને શુભેચ્છાઓ."

અન્ય યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે તમારો શાનદાર શોટ ખૂબ જ યાદ કરીશું, 14 વર્ષની સુવર્ણ ક્રિકેટ કારકિર્દી, મેદાન પર અને મેદાનની બહાર એક સાચા યોદ્ધા, હેપ્પી રિટાયરમેન્ટ!

"ખરાબ પરિસ્થિતિમાં પણ હંમેશા હકારાત્મક રહેવું, હંમેશા હસતા રહેવું, દરેક મોટી ટુર્નામેન્ટમાં દરેક તકનો લાભ લેવો, હારી જવા છતાં ક્યારેય ફરિયાદ ન કરવી, નિઃસ્વાર્થ, હંમેશા તમારા સાથી ખેલાડીઓને સાથ આપવો; શિખરોની સૂચિ લાંબી છે અને ક્યારેય સમાપ્ત થશે નહીં. અત્યાર સુધીના સૌથી પ્રિય ક્રિકેટરોમાંના એક."

એક યુઝરે લખ્યું, "જો કોઈ પૂછે તો મને કહો, એક એવો હતો જેણે શૂન્યમાંથી સદી ફટકારી, પછી ભલે તે ટીમની અંદર હોય કે બહાર, તે હંમેશા હસતો રહેતો હતો."

અન્ય એક યુઝરે લખ્યું, "હેપ્પી રિટાયરમેન્ટ શિખર પાજી. ગયા વર્ષે તમને એક સીરિઝમાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને હવે નિવૃત્તિ, કેટલી ઝડપથી બધુ બદલાઈ ગયું…

  1. જે કોઈ ના કરી શક્યું તે રોનાલ્ડોએ કરી બતાવ્યું, સોશિયલ મીડિયા પર સૌથી ઝડપી 100 કરોડ ફોલોઅર્સની નજીક... - Cristiano Ronaldo
  2. 64 વર્ષની વયે સર કર્યો આફ્રિકાનો સૌથી કઠિન 'કિલીમાંજારો' પર્વત, ટોચ પર લહેરાવ્યો તિરંગો ... - old man climbed the Kilimanjaro

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.