જામનગર: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતના સાવજ રવિન્દ્ર જાડેજા કોઈને કોઈ કારણોસર ચર્ચાનો વિષય બની રહે છે. મેદાન પર બોલિંગ અને બેટિંગથી ધમાલ મચાવ્યાં બાદ જાડેજાને જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક મળે છે ત્યારે તેઓ જામનગર પોતાના ફાર્મ હાઉસમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત જાડેજા ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના પ્રિય ઘોડાઓ સાથેની તસવીરો તેમજ જ વિડીયો શેર કરતાં હોય છે.
હાલમાં જાડેજા ફાર્મ હાઉસમાં હાજર છે, જ્યાંથી તે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અથવા વીડિયો શેર કરે છે. પોતાની દેશી સ્ટાઈલને કારણે આ જાડેજા હમેંશા હેડલાઈન્સમાં રહે છે અને આ વખતે પણ જાડેજાનો આવો જ અવતાર સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં જાડેજા જામનગરના ફાર્મ હાઉસ પર ઘોડેસવારી સવારી કરતા જોવા મળ્યા. ચાહકોને આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજા હવે આ ટેસ્ટ ક્રિકેટ દ્વારા ફરી મેદાનમાં જોવા મળશે, જ્યાં તે ન્યૂઝીલેન્ડ સામે એચ રમશે. ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 3 ટેસ્ટ મેચની સિરીઝ હશે, જે 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે અને આ મેચો ભારતના અલગ-અલગ મેદાનો પર રમાશે.
જાડેજાએ ભલે T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પણ ટેસ્ટ મેચમાં તેઓ શાનદાર પ્રદર્શન કરી રહે છે, બાંગ્લાદેશ સામે તાજેતરની બે મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવવા માટે જાડેજાએ બોલિંગ અને બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રવિન્દ્ર જાડેજાએ કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો. આ સિવાય પ્રથમ ટેસ્ટ મેચમાં પણ જાડેજાએ અશ્વિન સાથે મળીને 199 રનની ભાગીદારી કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: