રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15મી ફેબ્રુઆરીએ ટેસ્ટ મેચ રમાવાની છે. જેની તડામાર તૈયારીઓ બંને ટીમો કરી રહી છે. આજે બંને ટીમના ખેલાડીઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતું. જેમાં ખેલાડીઓએ જીત માટે આત્મવિશ્વાસ, મેચની સ્ટ્રેટેજી, પિચની સ્થિતિ, ખેલાડીઓના મનોબળ વિષયક પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
કુલદીય યાદવનો આત્મવિશ્વાસઃ ભારતીય સ્પિનર કુલદીપ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની પિચને ભલે બેટિંગ પિચ માનવામાં આવતી હોય પરંતુ એનો અર્થ એ નથી કે અહીં મેચ દરમિયાન 700થી 800 રન થાય. જ્યારે સ્પિનર્સને આ પ્રકારની પિચ પર ઘણી વખત સારી બોલિંગ કરવાની તક મળતી હોય છે ત્યારે મને આશા છે કે ભારતીય બોલર્સ આ પિચ પર સારો દેખાવ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હું છેલ્લે અહીં જે મેચ રમ્યો હતો તેમાં મેં 5 વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં પણ હું સારું પ્રદર્શન કરું તેવી મને આશા છે. આગાઉ યોજાયેલી 2 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ રાજકોટમાં યોજાનાર આ ટેસ્ટ મેચમાં અમારી ટીમ પણ બેસ્ટ દેખાવ કરશે.
ભારતમાં ભારત સામે મેચ ચેલેન્જિંગઃ હૈદરાબાદ ખાતે ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલિવ પોપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજકોટની પિચ મેં આ અગાઉ જોઈ છે. પિચ પર હાલ થોડું ઘાસ છે. જે આવતીકાલે હશે કે નહિ તેના પર મેચ નિર્ભર કરે છે. જો કે ઓલિવે ભારતમાં ભારત સામે મેચને ચેલેન્જિંગ ગણાવીને કહ્યું કે અમે બંને મેચમાં સારો દેખાવ કરી ચૂક્યા છીએ. મને વિશ્વાસ છે કે આગામી ત્રીજી ટેસ્ટમાં પણ અમે સારું પ્રદર્શન કરશું.
રાજકોટની પિચને ભલે બેટિંગ પિચ માનવામાં આવતી હોય પરંતુ એનો અર્થ એ નથી કે અહીં મેચ દરમિયાન 700થી 800 રન થાય. જ્યારે સ્પિનર્સને આ પ્રકારની પિચ પર ઘણી વખત સારી બોલિંગ કરવાની તક મળતી હોય છે ત્યારે મને આશા છે કે ભારતીય બોલર્સ આ પિચ પર સારો દેખાવ કરી શકે છે...કુલદીપ યાદવ(ક્રિકેટર, ઈન્ડિયા)
ભારતમાં ભારત સામે મેચ રમવું થોડું ચેલેન્જિંગ છે. જો કે અમે બંને મેચમાં સારો દેખાવ કરી ચૂક્યા છીએ. મને વિશ્વાસ છે કે આગામી ત્રીજી ટેસ્ટમાં પણ અમે સારું પ્રદર્શન કરશું...ઓલિવ પોપ (ક્રિકેટર, ઈંગ્લેન્ડ)