નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતીય પુરૂષ શૂટર મનીષ નરવાલે અજાયબી કરી બતાવી છે અને ભારતને ચોથો મેડલ અપાવ્યો છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતનો આ ચોથો મેડલ પણ છે. મનીષ નરવાલે અહીં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1) ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.
મનીષ સિલ્વર માટે લક્ષ્ય સાંધ્યું:
મનીષે શુક્રવારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની મેન્સ 10 મીટર એર પિસ્ટ (SH1) ઇવેન્ટમાં 234.9 સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં કોરિયાના જો જોંગડુએ 237.4નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનના યંગ ચાઓએ 214.3ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પર લક્ષ્ય રાખ્યું હતું.
𝐍𝐞𝐰𝐬 𝐅𝐥𝐚𝐬𝐡: 𝐌𝐚𝐧𝐢𝐬𝐡 𝐍𝐚𝐫𝐰𝐚𝐥 𝐰𝐢𝐧𝐬 𝐒𝐢𝐥𝐯𝐞𝐫 𝐦𝐞𝐝𝐚𝐥 𝐢𝐧 𝐒𝐡𝐨𝐨𝐭𝐢𝐧𝐠 𝐚𝐭 𝐏𝐚𝐫𝐚𝐥𝐲𝐦𝐩𝐢𝐜𝐬.
— India_AllSports (@India_AllSports) August 30, 2024
Its 4th medal for India so far. #Paralympics2024 #Paris2024 pic.twitter.com/0uikRIPRe3
ભારતને શૂટિંગમાં ત્રીજો મેડલ મળ્યો:
આ સિલ્વર મેડલ સાથે મનીષ પેરાલિમ્પિક્સ 2024માં ભારત માટે મેડલ જીતનાર ત્રીજો શૂટર બની ગયો છે. તેમની પહેલા અવની લેખરા અને મોના અગ્રવાલે ભારત માટે શૂટિંગમાં અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હવે મનીષ ત્રીજો શૂટર છે જેણે આ ટુર્નામેન્ટના ત્રીજા દિવસે ભારત માટે મેડલ જીત્યો છે.
મનીષે ટોક્યોમાં ગોલ્ડ જીત્યો:
તમને જણાવી દઈએ કે, મનીષે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો, પરંતુ આ વખતે તે પોતાના ટાઈટલનો બચાવ કરી શક્યો નહીં અને સતત બીજો ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયો. આ વખતે તેને માત્ર સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ ઓલિમ્પિક ખેલાડીઓની તુલનામાં પેરાલિમ્પિક ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરી ભારતણે માત્ર 3 દિવસમાં જ 4 મેડલ અપાવ્યા છે.