ETV Bharat / sports

ફાઇનલ મેચ પહેલા ભારતીય હોકી ટીમને મોટો ઝટકો, અમિત રોહિદાસ પર પ્રતિબંધ... - PARIS OLYMPICS 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 5, 2024, 1:04 PM IST

સેમિફાઇનલ મેચ પહેલા ભારતીય હોકી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં રેડ કાર્ડ મેળવનાર અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વાંચો વધુ આગળ..

ભારત vs. બ્રિટન મેચ
ભારત vs. બ્રિટન મેચ ((AP PHOTO))

નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિવારે ગ્રેટ બ્રિટન સામે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને શૂટઆઉટ મેચ જીતી લીધી. હવે ભારતને સેમિફાઇનલ મેચ પહેલા મોટો આંચકો લાગ્યો છે.

ભારતીય હોકી ટીમના ખેલાડી અમિત રોહિદાસ પર પેરિસ ઓલિમ્પિક 2024 હોકી ટૂર્નામેન્ટમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને હવે તે મંગળવારે જર્મની સામેની ભારતની સેમિફાઇનલ મેચમાં રમી શકશે નહીં. રવિવારે ગ્રેટ બ્રિટન સામે ભારતીય હોકી ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યા બાદ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઓલિમ્પિકના અધિકારીના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'એફઆઇએચએ (FIH) 4 ઓગસ્ટે ભારત અને ગ્રેટ બ્રિટન મેચ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અમિત રોહિદાસને એક મેચ માટે સસ્પેન્ડ કરી દીધો છે. સસ્પેન્શન મેચ નંબર 35 (ભારતની જર્મની સામેની સેમિફાઇનલ મેચ)ને અસર કરે છે, જેમાં અમિત રોહિદાસ ભાગ લેશે નહીં અને ભારત માત્ર 15 ખેલાડીઓની ટીમ સાથે રમશે.

તમને જણાવી દઈએ કે, ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચના બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસે વિલ કેલાનન સામે મિસફીલ્ડ જેવુ વર્તન કર્યું હતું, ગ્રેટ બ્રિટનના ફોરવર્ડને ટાળવાનો પ્રયાસ કરતી વખતે, રોહિદાસની હોકી સ્ટિક કેલાનાનના ચહેરા પર વાગી, પરિણામે તેને લાલ કાર્ડ મળ્યું. જો કે મેદાન પરના રેફરીએ તેને ગંભીર અપરાધ ગણાવ્યો ન હતો, પરંતુ વિડિયો રેફરલ બાદ નિર્ણયને લાલ કાર્ડમાં બદલી દેવામાં આવ્યો હતો.

ભારતીય પુરૂષ હોકી ટીમે કેપ્ટન હરમનપ્રીત સિંહના મદદથી થોડી મિનિટો બાદ ગોલ નોંધાવ્યો હતો, પરંતુ લી મોર્ટનના ગોલથી તેમણે બરાબરી કરી હતી. ભારતીય હોકી ટીમના ડિફેન્સને કારણે ક્વાર્ટર ફાઈનલ મેચ શૂટઆઉટમાં પહોંચી હતી, ત્યાર બાદ તેણે શૂટઆઉટમાં બે ગોલ બચાવીને ભારતને સેમિફાઈનલમાં પહોંચાડ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. હવે સેમિફાઇનલમાં ભારતનો સામનો જર્મની સાથે થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.