પેરિસ (ફ્રાન્સ): વિનેશ ફોગાટના પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થયા બાદ બુધવારે ભારતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ માત્ર 1 કિલોગ્રામના માર્જિનથી મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. ચાનુએ મહિલાઓની 49 કિગ્રા વેઇટલિફ્ટિંગની ફાઇનલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.
🇮🇳 Result Update: #Weightlifting🏋♀ Women's 49KG👇
— SAI Media (@Media_SAI) August 7, 2024
Heartbreak for Mira as she misses out on a medal🎖️at #ParisOlympics2024💔
Our girl lifted 88kg in Snatch & 111kg in Clean & Jerk, and gave it her all but couldn't end on the podium as she finished 4th.
Well tried Mira! You… pic.twitter.com/0hAbc9siBY
1 કિલોગ્રામના વજનના તફાવતથી બ્રોન્ઝ મેડલ ચૂકી
ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુએ સ્નેચમાં 88 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિગ્રા સહિત કુલ 199 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યો હતો. ત્યાર બાદ ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં 114 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેમાં સફળ થઈ શકી નહીં અને માત્ર 1 કિલો વજનથી બ્રોન્ઝ મેડલ જીતવામાં ચૂકી ગઈ.
Mirabai Chanu finishes at 4th spot, just 1 kg behind the Bronze medalist.
— India_AllSports (@India_AllSports) August 7, 2024
Her lifts: Snatch: 88kg | C&J: 111kg | Total 199kg
Her PB: Snatch: 88kg | C&J: 119kg | Total 205kg #Weightlifting #Paris2024 #Paris2024withIAS https://t.co/0YugWokvA8 pic.twitter.com/4xqVlErlvB
મીરાબાઈ ચાનુએ સ્નેચમાં 88 કિલો વજન ઉપાડી કર્યુ હતું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ફાઈનલના સ્નેચ રાઉન્ડમાં ત્રીજા પ્રયાસમાં 88 કિગ્રાનો પોતાનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અગાઉ, તેમણે તેના પ્રથમ સ્નેચ પ્રયાસમાં સરળતાથી 85 કિલો વજન ઉપાડીને શાનદાર શરૂઆત કરી હતી. ત્યારપછી તેના બીજા પ્રયાસમાં તે 88 કિગ્રાનું પોતાનું સર્વશ્રેષ્ઠ અંગત વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. પરંતુ, ત્રીજા પ્રયાસમાં તેને હાંસલ કરવામાં સફળ રહી હતી.
Valiant effort from @mirabai_chanu as she finishes in 4th place with 199kgs. 👏🏽👏🏽#JeetKiAur | #Cheer4Bharat pic.twitter.com/qd73JD4q85
— Team India (@WeAreTeamIndia) August 7, 2024
સ્નેચ રાઉન્ડના અંત સુધીમાં, તેણી ત્રીજા સ્થાને રહી. મીરાબાઈ ચીનની હોઉ ઝિહુઈ (89 કિગ્રા) અને રોમાનિયાની મિહાએલા વેલેન્ટિના કેમ્બેઈ (93 કિગ્રા) સાથે ચાનુ કરતાં આગળ રહી.
Mirabai Chanu nails a 111kg clean & jerk! 🏋️♀️💪
— JioCinema (@JioCinema) August 7, 2024
Catch her LIVE NOW in the Women's 49kg Final only on #Sports18 & stream for FREE on #JioCinema! 👈
Watch: https://t.co/zpTEWDpZyS#OlympicsOnJioCinema #OlympicsOnSports18 #JioCinemaSports #Cheer4Bharat #Weightlifting pic.twitter.com/Ggmk7AgzG5
ક્લીન એન્ડ જર્કમાં 114 કિલો વજન ઉપાડવાનું ચૂકી
મીરાબાઈ ચાનુ ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં 111 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી. આ પછી તરત જ મીરાબાઈ ચાનુએ બીજો પ્રયાસ કર્યો અને 111 કિલો વજન ઉપાડવામાં સફળ રહી. ત્યાર બાદ છેલ્લા પ્રયાસમાં તે 114 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી અને મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. તે ચોથા સ્થાને રહી હતી.
ચીનના વેઈટલિફ્ટરે ગોલ્ડ મેડલ જીત્યો
પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 49 કિગ્રા વેઇટલિફ્ટિંગની ફાઇનલમાં, ચીનની હોઉ ઝિહુઇએ 206 કિગ્રા વજન ઉપાડીને પોતાના ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને 117 કિગ્રા વજન ઉઠાવીને ક્લીન એન્ડ જર્કનો ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો. તે જ સમયે, રોમાનિયાની મિહાએલા વેલેન્ટિના કેમ્બેઈએ કુલ 205 કિગ્રા વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો અને થાઈલેન્ડની સુરોદચાના ખામ્બોએ કુલ 200 કિગ્રા વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મીરાબાઈ ચાનુની સિદ્ધિઓ
ટોક્યો ઓલિમ્પિક્સ (2020) - સિલ્વર મેડલ
વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ (2022) - સિલ્વર મેડલ
કોમનવેલ્થ ગેમ્સ (2022) – ગોલ્ડ મેડલ
IWF વર્લ્ડ કપ (2024) – બ્રોન્ઝ મેડલ