ETV Bharat / sports

લવલીના પાસે ભારતીય બોક્સિંગમાં ઇતિહાસ રચવાની તક, પરંતુ વચ્ચે છે એક મોટો પડકાર... - Paris Olympics 2024

ભારતની સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેન પાસે પેરિસમાં પોતાનો બીજો ઓલિમ્પિક મેડલ જીતીને ઈતિહાસ રચવાની તક છે. જોકે, આ સ્થાન સુધી પહોંચવા માટે તેની સામે ઘણા મોટા પડકારો છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

ભારતની સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેન
ભારતની સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેન (ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Jul 30, 2024, 11:33 AM IST

Updated : Jul 30, 2024, 12:41 PM IST

ફ્રાન્સ : મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલમાં મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું છે. મનુનું ટોક્યો ઓલિમ્પિક અભિયાન નિરાશાજનક રહ્યું, હવે તેણે પેરિસમાં શાનદાર વાપસી કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતને પેરિસ ઓલિમ્પિકમાં સ્ટાર બોક્સર લવલીના બોરગોહેન પાસેથી પણ ઈતિહાસ રચવાની આશા છે.

ઇતિહાસ રચવાની તક : ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતીને વિજેન્દરસિંહ અને મેરી કોમ પછી ઓલિમ્પિક મેડલ જીતનારી લવલીના બોર્ગોહેન ત્રીજી ભારતીય બોક્સર બની હતી. હવે તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બોક્સર બની શકે છે. તે પેરિસ ઓલિમ્પિક 2024માં 75 કિગ્રા વર્ગમાં ભાગ લેશે. લવલીનાએ 75 કિગ્રા વર્ગમાં આવ્યા બાદ 2022માં એશિયન ચેમ્પિયન અને 2023માં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેણે 2023 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેના પ્રદર્શનથી સ્પષ્ટ છે કે તે પેરિસ ઓલિમ્પિક માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જોકે, લવલીના માટે સૌથી મોટો પડકાર બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ચીની બોક્સર લી કિયાન હોઈ શકે છે, જે ક્વાર્ટર ફાઇનલમાં લવલીના સામે ટકરાશે. લવલીનાને મહિલાઓની 75 કિગ્રા વર્ગમાં આઠમો ક્રમાંક આપવામાં આવ્યો છે, જેના કારણે તેની ક્વાર્ટર ફાઇનલમાં ટોચની ક્રમાંકિત લી કિયાનનો સામનો કરવાની શક્યતા વધી ગઈ છે. પેરિસ બોક્સિંગ યુનિટે પ્રારંભિક રાઉન્ડમાં ટોચના બોક્સરોને સામસામે લાવવાનું ટાળવા માટે આ રેન્કિંગ ઓર્ડર તૈયાર કર્યો છે. લવલીના એકમાત્ર ભારતીય બોક્સર છે જેને આ ડ્રોમાં પસંદગી આપવામાં આવી છે.

લવલીના માટે પડકાર : લવલીના અને લી કિઆન વચ્ચે ઘણી વખત મેચ થઈ ચૂકી છે. ખાસ કરીને પેરિસ ઓલિમ્પિકમાં 2023 એશિયન ગેમ્સની ફાઇનલમાં ચીની બોક્સર સામે મળેલી હારનો બદલો લેવાની ઈચ્છા લવલીના ચોક્કસપણે કરશે. જોકે, દિલ્હીમાં આયોજિત 2023 IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં લવલીનાએ લી કિયાનને 4-1ના માર્જિનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. આ કદાચ લવલીનાની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ જીતોમાંની એક હતી.

આવી સ્થિતિમાં એવું કહેવું ખોટું નહીં હોય કે ક્વાર્ટર ફાઇનલમાં લી સાથેની મેચ લવલીના માટે ઓલિમ્પિકમાં બીજો મેડલ જીતવાનું સપનું સાકાર કરવાનો માર્ગ ખોલી શકે છે. જો લવલીના આ પડકારને પાર કરી લે તો તેનો મેડલ નિશ્ચિત ગણી શકાય છે.

  1. સોશિયલ મીડિયા પર છવાયો મનુ ભાકરનો જાદુ, રાતોરાત વધી ફોલોવર્સની સંખ્યા
  2. ભારતીય પુરૂષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન, આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો કરી

Last Updated : Jul 30, 2024, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.