હૈદરાબાદ: પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન કુશ્તીબાજ વિનેશ ફોગાટ ખૂબ ચર્ચામાં રહી છે. જેને ફાઇનલ પહેલા જ 100 ગ્રામ વજન વધારે હોવાથી તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) માં તેને સિલ્વર મેડલ આપવામાં આવે તે અંગે અરજી કરી હતી, જેની CAS એ મંજૂરી આપી હતી. આજે આ અરજી અંગે ભારતીય સમય અનુસાર સુનાવણી 1.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે.
વિનેશ ફોગાટના આ મહત્વપૂર્ણ કેસ અંગે એક ભારતીય વકીલની નિમણુંક કરવામાં આવી છે. એટલે કે પેરિસમાં વિનેશનો આ કેસ લડવા માટે 4 ફોરેન વકીલ ઉપરાંત એક ભારતીય વકીલ તેનો કેસ લડશે. જેની માટે IOS એ અનુભવી વકીલ 'હરીશ સાલ્વે'ની નિમણૂક કરવામાં આવી છે.
કોણ છે હરીશ સાલ્વે?
હરીશ સાલ્વેણો જન્મ 22 જૂન 1995માં મહારાષ્ટ્રમાં થયો હતો. નાગપુરની રાષ્ટ્રસંત ટુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાંથી તેમણે તેમનો અભ્યાસ પૂરો કર્યો હતો.
હરીશ સાલ્વેએ નાગપુર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ 1992માં દિલ્હી હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે નવેમ્બર 1999 થી નવેમ્બર 2002 સુધી ભારતના સોલિસિટર જનરલ તરીકે પણ સેવા આપી હતી.
મહત્વપૂર્ણ કેસોમાં યોગદાન:
- હરીશ સાલ્વે અનેક હાઈ-પ્રોફાઈલ કેસોનો ભાગ રહ્યા છે, જેમાં કુલભૂષણ જાધવનો કેસ પણ સામેલ છે, જેને પાકિસ્તાનની લશ્કરી અદાલતે જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. કુલભૂષણ જાધવનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમણે કાનૂની ફીમાં માત્ર ₹1 વસૂલ્યા હતા, અને તેમના આ અદમ્ય કાર્યની ખૂબ પ્રશંસા થઈ હતી.
- તેમના કેટલાક મુખ્ય ક્લાયન્ટમાં ટાટા ગ્રુપ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીસી ગ્રુપનો સમાવેશ થાય છે. સાલ્વે અનિલ અંબાણીની રિલાયન્સ નેચરલ રિસોર્સ લિમિટેડ વિરુદ્ધ કૃષ્ણા ગોદાવરી બેસિન ગેસ વિવાદ કેસમાં પણ હાજર થયા હતા.
- 2012માં, સાલ્વેએ વોડાફોનને સરકાર સામે ₹11,000 કરોડનો ટેક્સ કેસ જીતવામાં મદદ કરી હતી. તેમણે ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં કેશવ મહિન્દ્રાનો પણ બચાવ કર્યો છે અને 2012માં બનેલ એક ઘટના જેમાં બાબા રામદેવના સમર્થકો પર મધ્યરાત્રિના ક્રેકડાઉનમાં દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- 2015 માં હરીશ સાલ્વેને ભારતના સર્વોચ્ચ પુરસ્કારોમાંથી એક " પદ્મ ભૂષણ" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે, સાલ્વેએ સલમાન ખાનનો 2002નો હિટ-એન્ડ-રન કેસ હાથ ધર્યો હતો, જેમાં તેને અગાઉ પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. ડિસેમ્બર 2015માં બોમ્બે હાઈકોર્ટના ચુકાદા બાદ, ખાનને 2002ના હિટ-એન્ડ-રન અને ડ્રંક-એન્ડ-ડ્રાઈવ કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
- 2018માં તેઓ કાવેરી જળ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થયા હતા અને પુરાવા સહિત આ મહત્વ કેસ લડ્યા હતા.
- ગયા વર્ષે જ જાન્યુઆરીમાં હરીશ સાલ્વેને વેલ્સ અને ઈંગ્લેન્ડની અદાલતો માટે રાણીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અનુમતિપાત્ર વજન કરતાં 100 ગ્રામ વધુ હોવાના કારણે 7 ઓગસ્ટે 50 કિગ્રા કુસ્તી કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર કરાયેલ વિનેશ હવે નિર્ણાયક કાનૂની લડાઈનો સામનો કરશે. ગુરુવારે સવારે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરનાર અને સિલ્વર મેડલ જીતનાર વિનેશ ફોગાટ માટે હવે હરીશ સાલ્વે જ એક આશા છે મેડલ માટેની…