પેરિસ (ફ્રાન્સ): પેરિસ ઓલિમ્પિક 2024માં એક નવો વિવાદ ઊભો થયો છે, જેમાં બોક્સર ઈમાન ખલીફ બાયોલોજીકલ પુરુષ હોવા છતાં ઓલિમ્પિકમાં મહિલા બોક્સર તરીકે ભાગ લેવાને લઈને વિવાદ ઊભો થયો છે. ત્યારથી, ઇમાન ખલીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે, લોકો જાણવા માંગે છે કે આ બોક્સર કોણ છે. કેટલાક લોકો તેને સ્ત્રી કહી રહ્યા છે તો કેટલાક તેને એક જૈવિક પુરુષ કહી રહ્યા છે. કારણ કે તેની પાસે XY રંગસૂત્રો છે.
The Olympics allowed a biological man, Imane Khelif, to fight as a woman despite his XY chromosomes. The end result?
— Robby Starbuck (@robbystarbuck) August 1, 2024
“I have never been hit so hard in my life.”
Italian Olympian Angela Carini lasted 46 seconds before quitting due to how painful it was. It’s just shameful that… pic.twitter.com/OWhKggM7qe
જાણો કે વિવાદ શું છે? :
પેરિસ ઓલિમ્પિકમાં ગુરુવારે જ્યારે ઈટાલીની બોક્સર એન્જેલા કેરિનીનો અને ઈમાન ખલીફનો સામનો થયો ત્યારે વિવાદ શરૂ થયો હતો. કારિનીએ પોતાનો જીવ બચાવવા માટે માત્ર 46 સેકન્ડ બાદ મેચ છોડવાનો નિર્ણય લીધો હતો.
ખલીફાએ આ મેચ માત્ર 46 સેકન્ડમાં જીતી મેળવી હતી. નિર્ણય જાહેર થયા પછી, ઇટાલિયન બોક્સર કેરિનીએ ખલિફનો હાથ મિલાવ્યો નહીં, અને રિંગમાં ઘૂંટણિયે પડીને રડ્યો. ત્યારપછી, આંસુ ભરેલી કેરિનીએ કહ્યું કે, તેણે પ્રારંભિક મુક્કાઓ પછી તેના નાકમાં તીવ્ર પીડાને કારણે લડાઈ છોડી દીધી. તેણે કહ્યું કે તે આ મેચ હારી નથી પરંતુ પોતે જીતી ગઈ છે તેવું માને છે.
This woman, Angela Carini, is crying because her dream of winning a medal for her late father was destroyed in 46 seconds.
— 𝐌𝐚𝐭𝐭 𝐏𝐢𝐧𝐧𝐞𝐫 (@Matt_Pinner) August 1, 2024
Male boxer Imane Khelif beat up Angela Carini and punched her in the face.#IStandWithAngelaCarini #Paris2024
The @Olympics should be ashamed pic.twitter.com/Ic8hjU1sMD
વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં પરાજયનો સામનો:
આ પહેલીવાર નથી જ્યારે ઈમાન આ પ્રકારના વિવાદના કેન્દ્રમાં રહી હોય, અગાઉ તેણીને લિંગ પાત્રતાના માપદંડને પૂર્ણ ન કરવા બદલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં સ્પર્ધામાં ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આમ છતાં તેને પેરિસ ઓલિમ્પિક 2024માં રમવાની પરવાનગી કેવી રીતે મળી તે પણ એક મોટો પ્રશ્ન છે, જેનો જવાબ કોઈની પાસે નથી.
The IOC has legitimized male violence against women as entertainment.
— Genevieve Gluck (@WomenReadWomen) August 1, 2024
Get men out of women's sports.#IStandWithAngelaCarini who should never have been made to enter a boxing ring with Imane Khelif.#SaveWomensSports@Olympics @iocmedia @Marq pic.twitter.com/3PLxDmf4e0
પેરિસ ઓલિમ્પિક લાયકાત પર IOC:
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રવક્તા માર્ક એડમ્સે ઈમાન ખલીફ વિવાદ અંગે કહ્યું છે કે, "ખલીફના પાસપોર્ટ પર 'મહિલા' લખેલું હોવાથી તે 66 કિગ્રા વર્ગમાં મહિલા વર્ગમાં ભાગ લઈ રહી છે. 'મહિલા વર્ગમાં સ્પર્ધા કરતી તમામ મહિલાઓ સ્પર્ધા પાત્રતા નિયમોનું પાલન કરી રહી છે. તેના પાસપોર્ટમાં મહિલા તરીકે લખેલું છે. અને તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે તેઓ મહિલાઓ છે."
Joint Paris 2024 Boxing Unit/IOC Statementhttps://t.co/22yVzxFuLd pic.twitter.com/fZvgsW8OOi
— IOC MEDIA (@iocmedia) August 1, 2024
ઈમાન ખલીફા કોણ છે?
25 વર્ષીય ઈમાન ખલીફ અલ્જીરિયાના તિયારેટની રહેવાસી છે અને હાલમાં યુનિસેફની એમ્બેસેડર છે. ખલીફના પિતાએ 'છોકરીઓ માટે બોક્સિંગને મંજૂરી આપી ન હતી', પરંતુ તે સૌથી મોટા સ્ટેજ પર ગોલ્ડ મેડલ જીતીને આગામી પેઢીને પ્રેરણા આપવા માંગતી હતી.
ખલીફે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2018માં બોક્સિંગમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તે 17માં સ્થાને રહી હતી. આ પછી, તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં 19મું સ્થાન મેળવ્યું હતું.
આ પછી, ખલીફે ટોક્યો ઓલિમ્પિક 2021 માં ભાગ લીધો, જ્યાં તે ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડની કેલી હેરિંગ્ટન સામે હારી ગઈ. તે જ વર્ષે, ખલીફે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન હાંસલ કર્યું. ત્યારબાદ ખલીફે 2022 આફ્રિકન ચેમ્પિયનશિપ, મેડિટેરેનિયન ગેમ્સ અને 2023 આરબ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
Isn’t it interesting how at the 2020 Olympics, when Imane Khelif lost to Kellie Harrington 🇮🇪 in the quarterfinals, literally no one accused her of being a man?
— Algeria FC (@Algeria_FC) August 1, 2024
It’s almost as if brain dead right wing morons will hope on any conspiracy theory train pic.twitter.com/jH290S4L4K
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 વિવાદ:
ઈમાન ખલીફને 2023 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત લિંગ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. IBA પ્રમુખ ઉમર ક્રેમલેવ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત 2023 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ખલીફને સ્પર્ધામાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતો.
Today, Angela Carini had her Olympics dreams shattered by Imane Khelif, a male boxer.
— Hazel Appleyard (@HazelAppleyard_) August 1, 2024
It is suspected that he BROKE HER NOSE.
Don’t let this pass quietly. MEN SHOULD NOT BE ALLOWED TO BEAT WOMEN FOR SPORT.
SAVE WOMEN’S SPORTS. pic.twitter.com/i5GMdgWrwb
પોતાના નિવેદનમાં ક્રેમલેવે કહ્યું હતું કે, "ડીએનએ ટેસ્ટના આધારે અમે એવા કેટલાય એથ્લેટ્સની ઓળખ કરી છે, જેમણે મહિલા તરીકે પોતાનો પાર્ટનર બનાવીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. પરીક્ષણોના પરિણામો અનુસાર, તે સાબિત થયું હતું કે તેમની પાસે XY રંગસૂત્રો છે. આવા ખેલાડીઓને સ્પર્ધામાંથી બહાર રાખવામાં આવ્યા હતા."
અલ્જેરિયાની ઓલિમ્પિક સમિતિએ, ખલિફને નાબૂદ કરવા અંગે થોડું અલગ વલણ અપનાવતા કહ્યું કે "તેને તબીબી કારણોસર' ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. બીજી તરફ, અલ્જેરિયાના મીડિયાએ કહ્યું કે, ખલીફને ટેસ્ટોસ્ટેરોનના ઊંચા સ્તરને કારણે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ખલીફ આ ઘટનાથી ખુશ ન હતા અને કહ્યું, "કેટલાક દેશો એવા છે જેઓ ઈચ્છતા ન હતા કે અલ્જીરિયા ગોલ્ડ મેડલ જીતે. આ એક ષડયંત્ર છે અને અમે તેના પર ચૂપ રહીશું નહીં."