નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે મેન્સ ટેબલ ટેનિસમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના સ્ટાર પેડલર શરત કમલને સ્લોવેનિયા સામે મેન્સ સિંગલ્સની મેચમાં કોજુલ ડેની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. સ્લોવેનિયાના ડેનીએ શરતને 49 મિનિટમાં 4-2થી હરાવ્યો હતો. આ હાર સાથે તેની પેરિસ ઓલિમ્પિકની સફર ખતમ થઈ ગઈ છે.
Indian table tennis ace Achanta Sharath Kamal crashes out of Paris Olympics men's singles competition, losing 2-4 to Deni Kozul of Slovenia. pic.twitter.com/LBSaboMjwY
— Press Trust of India (@PTI_News) July 28, 2024
પ્રથમ સેટ જીત્યા બાદ શરતે સતત ત્રણ સેટ ગુમાવ્યા હતા, પહેલા સેટમાં શરતે 12-10થી જીત મેળવી હતી. જે બાદ તેણે સતત ત્રણ સેટ ગુમાવ્યા હતા. બીજા સેટમાં ખેલાડી સ્લોવેનિયાના કોઝુલ ડેનીએ તેને 11-9થી હરાવ્યો, જેના માટે તેણે માત્ર 8 મિનિટનો સમય લીધો. જે બાદ ત્રીજા સેટમાં તેણે 8 મિનિટમાં 11-6 અને ચોથા સેટમાં 11-7થી જીત મેળવી હતી.
શરત કમલે પાંચમા સેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને જીતની આશા જીવંત રાખી. જ્યાં તેણે ડેનીને 11-8થી હરાવ્યો હતો. છઠ્ઠા સેટમાં શરત કમલે શાનદાર પ્રદર્શન કરીને લીડ મેળવી લીધી હતી, ત્યાર બાદ ડેનીએ વાપસી કરી હતી અને તેને ક્લોઝ મેચમાં 12-10થી હરાવ્યો હતો. જેના કારણે પેરિસ ઓલિમ્પિક માટે શરત કમલનું અભિયાન અહીં સમાપ્ત થઈ ગયું.
તમને જણાવી દઈએ કે, ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં શ્રીજા અકુલાએ શાનદાર જીત હાંસલ કરી હતી અને રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવી હતી. તેણે સ્વીડિશ પેડલર સામે 11-4, 11-9, 11-7, 11-8થી જીત મેળવી હતી.