ETV Bharat / sports

'કેપ્ટન કુલ' એમએસ ધોનીના નામે એક એવો રેકોર્ડ જેની કોઈએ કલ્પના પણ કરી હશે નહીં… - MS DHONI NEVER SCORED ODI CENTURY

ક્રિકેટ જગતમાં ભાગ્યે જ કોઈ હશે જેને એમએસ ધોનીનું નામ સાંભળ્યું નહીં હોય.પરંતુ ધોનીના નામે એક એવો રેકોર્ડ છે જેની કોઈએ કલ્પના કરી હશે નહીં.

એમ એસ ધોની
એમ એસ ધોની (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 15, 2024, 5:37 PM IST

હૈદરબાદ: દિગ્ગજ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન, વિકેટ-કીપર બેસ્ટમેન મહેન્દ્ર સિંઘ ધોની, 'કેપ્ટન કૂલ'ના નામથી વિશ્વ પ્રસિદ્ધ ધોનીની ગણતરી વિશ્વભરના મહાન ક્રિકેટરોમાં થાય છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોની વિકેટકીપર-બેટ્સમેન છે અને મિડલ ઓર્ડરમાં ખૂબ જ સારા બેટ્સમેન રહી ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ત્રણેય ICC ટ્રોફી જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ધોનીને વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશરોમાંના એક ગણવામાં આવે છે. પરંતુ ધોનીના નામે એક એવો રેકોર્ડ છે જેની કોઈએ કલ્પના પણ કરી હશે નહીં.

એમ એસ ધોની
એમ એસ ધોની (Getty Images)

એમએસ ધોનીની ત્રણેય ફોર્મેટની કારકિર્દી

1. વન-ડે ઇન્ટરનેશનલ ફોર્મેટ:

ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે ચટગાંવમાં તેની ODI ડેબ્યૂ કરી હતી. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં સરેરાશ પ્રદર્શન છતાં ધોનીને પાકિસ્તાન સામેની શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો. ધોનીએ પોતાની પાંચમી વનડેમાં પ્રથમ સદી ફટકારી હતી. તેણે વિશાખાપટ્ટનમમાં માત્ર 123 બોલમાં 148 રન બનાવ્યા હતા. ધોનીના 148 રન એ ભારતીય વિકેટકીપરના સર્વોચ્ચ સ્કોર માટેના અગાઉના રેકોર્ડને વટાવી દીધો અને આ રીતે ધોની યુગની શરૂઆત થઈ.

એમ એસ ધોની અને હરભજન સિંઘ
એમ એસ ધોની અને હરભજન સિંઘ (AFP)

2. ટેસ્ટ ક્રિકેટ:

શ્રીલંકા સામેની વનડેમાં એમએસ ધોનીના પ્રદર્શને તેના માટે ટેસ્ટ ક્રિકેટના દરવાજા ખોલી દીધા. ડિસેમ્બર 2005માં ધોનીએ ભારતીય ટેસ્ટ ટીમમાં વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકની જગ્યા લીધી. ધોનીએ તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત 2 ડિસેમ્બર 2005ના રોજ બાંગ્લાદેશ સામે કરી હતી અને તેની પ્રથમ ઇનિંગમાં 30 રન બનાવ્યા હતા. ધોનીએ બીજી ટેસ્ટમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. ખૂબ જ આક્રમક રીતે બેટિંગ કરતા તેણે 51 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પછી ધોનીએ 2006માં ફૈસલાબાદમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. આ પછી ધોનીએ તેના સતત શાનદાર પ્રદર્શનથી ભારતને જીત અપાવી હતી.

ધોનીએ 2009માં ભારતના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન બે સદી ફટકારી હતી અને ભારતને ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી જીત અપાવી હતી. આ સાથે ભારત ઈતિહાસમાં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનના સ્થાને પહોંચી ગયું છે. આ શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 726-9 (DC)નો સ્કોર બનાવ્યો હતો, જે તે સમયે તેનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર હતો. ધોનીએ તેની છેલ્લી શ્રેણી 2014-15ની સિઝનમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમી હતી, તેણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં ભારતની કપ્તાની કરી હતી. મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ બાદ ધોનીએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ધોનીના નામે એક એવો રેકોર્ડ…

એમએસ ધોનીએ ભારતીય ક્રિકેટ જગતમાં એક આલગ છાપ છોડી છે, તેમના જેવા ફિનિશરની ભારતને હજી પણ તલાશ છે. આ બધાની સાથે ધોનીના નામે એક એવો રેકોર્ડ છે જે સાંભળતા ખૂબ નવાઈ લાગશે. એમએસ ધોનીએ એશિયાની બહાર ક્યારેય વનડેમાં સદી ફટકારી નથી. ધોનીના નામે 10 વનડે સદી અને 6 ટેસ્ટ સદી છે, પરંતુ તેણે આ સદી ફક્ત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભારતમાં જ ફટકારી છે. એક પરાક્રમ જે તેઓ હાંસલ કરવામાં નિષ્ફળ ગયા.

3. ટી-20 ફૉર્મટમાં માહીનું પ્રદર્શન:

ધોનીએ 1 ડિસેમ્બર 2006ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જોકે ધોની તેની પ્રથમ T20I મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો, તેણે કેચ અને રનઆઉટ સાથે ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું. બીજા જ વર્ષે, 2007માં, એમએસ ધોનીને દક્ષિણ આફ્રિકામાં આયોજિત પ્રથમ ICC T20 વર્લ્ડ કપ માટે યુવા ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો. તેણે સ્કોટલેન્ડ સામે તેની કેપ્ટનશિપની શરૂઆત કરી હતી, પરંતુ મેચ રદ કરવામાં આવી હતી. આ પછી, તેણે 24 સપ્ટેમ્બર 2007ના રોજ ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે સખત લડાઈથી જીત મેળવીને ભારત માટે ICC વર્લ્ડ T20 ટ્રોફી જીતી અને ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવ પછી બીજા ભારતીય કેપ્ટન બન્યા.

એમ એસ ધોની પરિવાર સાથે
એમ એસ ધોની પરિવાર સાથે (Getty images)

આ પણ વાંચો:

  1. 'બાપ એવા બેટા ને વડ એવા ટેટા'... રાહુલ દ્રવિડના પુત્રએ મચાવી ધૂમ, ક્રિકેટ કારકિર્દીમાં પહેલીવાર કર્યું આ પરાક્રમ
  2. 'નામ છોટે કામ બડે'... માત્ર 18 વર્ષની ઉંમરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચ્યો ઇતિહાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.